Close

બોરસદ ખાતે નવી વિભાગીય નાયબ પોલીસ અધિકારી કચેરીનું કરાયું ઉદઘાટન

Publish Date : 27/01/2026

પ્રજાની જન સુખાકારીમાં વધારો થાય તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ-મંત્રી શ્રી રમણભાઈ સોલંકી

સેવા, સુરક્ષા અને શાંતિ ના મૂળ મંત્રને ચરિતાર્થ કરવા પોલીસ વિભાગ સક્ષમ-રાજ્ય મંત્રી શ્રી કમલેશભાઈ પટેલ

આણંદ, શુક્રવાર: રાજ્યના ગૃહ વિભાગ દ્વારા લોકોની સુરક્ષા અને સલામતી માં વધારો થાય તે હેતુથી બોરસદ ખાતે નવી ડીવાયએસપી કચેરી મંજૂર કરવામાં આવી છે. જેનો પ્રારંભ આજે વસંત પંચમીના દિવસે અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી શ્રી રમણભાઈ સોલંકી, નાણા રાજ્યમંત્રી શ્રી કમલેશભાઈ પટેલ, સાંસદ શ્રી મિતેશભાઇ પટેલ દ્વારા કરવામાં આવ્યો હતો.

અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી શ્રી રમણભાઈ સોલંકી એ જણાવ્યું હતું કે પ્રજાની જન સુખાકારી ને ધ્યાનમાં લઈને તથા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે લોકોના પ્રશ્નોનું ઝડપી નિરાકરણ થાય અને કોઈ પણ પ્રકારની ગુનાખોરી હોય તો તેને ત્વરિત પગલા ભરી ડામી દેવામાં આવે તેમ જણાવી પોલીસ વિભાગની ટીમ બનાવીને પ્રજાની અપેક્ષા મુજબ કામગીરી થાય તે જોવા જણાવ્યું હતું. વધુમાં તેમણે પોલીસ સાચા અર્થમાં પ્રજાનો મિત્ર છે. જે દિશામાં શ્રેષ્ઠ કામ કરવા પણ આહવાન કર્યું હતું અને પોલીસ સ્ટેશન ખાતે આવનાર વ્યક્તિને સારો અને ઝડપી ન્યાય મળે, પોલીસ વિભાગ તરફથી મદદ મળે તે જોવા પણ અનુરોધ કરીને પ્રજામાં પોલીસ માટે વધુ વિશ્વાસ પેદા થાય તે મુજબ કામ કરવા અપીલ કરી હતી. બોરસદ ડીવાયએસપી કચેરી શરૂ થવાથી કાયદો-વ્યવસ્થાને વધુ મજબૂતી મળે તે દિશામાં આજે મહત્વપૂર્ણ પગલું ભરાયું છે તેમ ઉમેર્યું હતું.

નાણા રાજ્યમંત્રી કમલેશ પટેલે જણાવ્યું હતું કે નવી કચેરી કાર્યરત થવાથી પ્રજા માટે સેવા શાંતિ અને સલામતી જળવાઈ રહે તે જોવા જણાવી બોરસદ સહિત આસપાસના વિસ્તારોમાં કાયદો-વ્યવસ્થા વધુ મજબૂત બનશે અને નાગરિકોને ઝડપી ન્યાય મળશે તેમ ઉમેર્યું હતું. તેમણે વધુમાં રાજ્ય સરકાર દ્વારા પોલીસ તંત્રને વધુ સશક્ત બનાવવા માટે આ નવી કચેરી શરૂ કરવામાં આવી છે. લોકાર્પણ બાદ બોરસદ નાયબ પોલીસ અધિક્ષક કચેરીના નવનિયુક્ત નાયબ પોલીસ અધિક્ષક શ્રી એસ. પી. કહારને તેમની ખુરશી ઉપર બેસાડીને લોકો માટે શ્રેષ્ઠ કામગીરી કરવા જણાવ્યું હતું.

રાજ્ય મંત્રી શ્રી એ નવી નાયબ પોલીસ અધિક્ષક કચેરી શરૂ થતાં બોરસદ વિભાગમાં આવતા ચાર પોલીસ સ્ટેશન બોરસદ શહેર, બોરસદ રૂરલ, આકલાવ અને ભાદરણ પોલીસ તંત્રની કામગીરીને નવી દિશા મળશે.

પ્રારંભમાં બોરસદ નાયબ પોલીસ અધિક્ષક તરીકે નવનિયુક્ત શ્રી કહારે સૌનો આવકાર કરી બોરસદ વિભાગ પોલીસ સ્ટેશનની રૂપરેખા વર્ણવી હતી.

આ કાર્યક્રમમાં જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ગૌરવ જસાણી, નાયબ પોલીસ અધિક્ષક સર્વશ્રી વાઘેલા, પંચાલ, કુંબાવત, પ્રાંત અધિકારી શ્રી અમિત પટેલ, પોલીસ અધિકારીઓ/ કર્મચારીઓ તેમજ સ્થાનિક આગેવાન શ્રી મયંક પટેલ સહિત મોટી સંખ્યામાં નગરજનો હાજર રહ્યા હતા.