Close

ખંભાત ખાતે 77 માં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરાશે

Publish Date : 22/01/2026

મહેસુલ રાજ્યમંત્રી શ્રી સંજયસિંહ મહિડાના વરદ હસ્તે ધ્વજવંદન સમારોહ યોજાશે

આણંદ, ગુરૂવાર: ભારતના 77 માં પ્રજાસત્તાક દિનની ઉજવણી અને આણંદ જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક દિનની ઉજવણી તારીખ 26મી જાન્યુઆરી 2026 ને સોમવારના રોજ ખંભાત ખાતે શ્રી જબરેશ્વર ઇન્ટરનેશનલ સ્કૂલ, નગરા રોડ ખાતે સવારે 9:00 કલાકે મહેસુલ રાજ્યમંત્રી શ્રી અને આણંદ જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી સંજય સિંહ મહિડાના વરદ હસ્તે ધ્વજવંદન સમારોહ યોજાશે.

ખંભાત ખાતે યોજાનાર ધ્વજવંદન સમારોહમાં 77 માં પ્રજાસત્તાક દિનની ઉજવણીમાં આણંદ જિલ્લાના નગરજનોને સહભાગી બનવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે.