Close

કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા ૨૬મી જાન્યુઆરી ‘પ્રજાસત્તાક પર્વ’ની ભવ્ય ઉજવણી કરાશે

Publish Date : 22/01/2026

અખંડ ભારત ઉદ્યાન, કરમસદ ખાતે મ્યુનિસિપલ કમિશનર શ્રી મિલિંદ બાપનાના હસ્તે થશે ધ્વજવંદન

આણંદ, ગુરૂવાર: ભારતના ૭૭મા પ્રજાસત્તાક દિનની ગરિમાપૂર્ણ ઉજવણીના ભાગરૂપે કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન આગામી તારીખ ૨૬ જાન્યુઆરી, ૨૦૨૬ ને સોમવારના રોજ સવારે ૮:૦૦ કલાકે, કરમસદ આણંદ મહાનગરપાલિકા સંચાલિત અખંડ ભારત ઉદ્યાન, કરમસદ ખાતે કરવામાં આવ્યું છે.  

આ પ્રસંગે મહાનગર પાલિકાના મ્યુનિસિપલ કમિશનરશ્રી મિલિંદ બાપનાના વરદ હસ્તે ત્રિરંગો લહેરાવી સલામી આપવામાં આવશે. જેમાં કરમસદ અને આણંદના તમામ નગરજનોને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી, રાષ્ટ્રધ્વજને સન્માન આપવા અને આ ગૌરવશાળી ક્ષણના સાક્ષી બનવા ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.