આણંદ જીલ્લાની તમામ સરકારી કચેરીઓના મુખ્યગેટની આસપાસના ૧૦૦ મીટરની ત્રિજયાના વિસ્તારમાં બિન-અધિકૃત વ્યક્તિઓના પ્રવેશ/ઉભા રહેવા તેમજ કચેરીમાં પ્રવેશવા પર પ્રતિબંધ
Publish Date : 16/01/2026
આણંદ, શુક્રવાર: આણંદ જીલ્લાના કાર્યક્ષેત્ર હેઠળના વિસ્તારમાં આવેલ સરકારી કચેરીમાં ગેરકાયદેસર એજન્ટ તથા ટોળી બનાવીને કચેરીમાં પ્રવેશતા અરજદાર/નાગરિકોને ઉલટી-સીધી વાતો કરી ભોળવીને/લલચાવીને તેમજ ગેરમાર્ગે દોરીને વચેટીયા (એજન્ટ) તરીકે કામ કરાવી આપવાનું જણાવી, જાહેર જનતાના પૈસા લઇ ભાગી જતા હોવાનું તથા છેતરપીંડી કરતા હોવાનું ધ્યાન પર આવેલ છે. આથી બિન-અધિકૃત વ્યક્તિઓના પ્રવેશ અટકાવવા જરૂરી છે.
જીલ્લાની તમામ સરકારી કચેરી ખાતે સરકારી કામ માટે આવેલ હોય અથવા કામ કરતા હોય અથવા વ્યાજબી કામ સબબ આવેલ હોય તે સિવાયના અનઅધિકૃત ઇસમ અથવા ઇસમોની ટોળીને જીલ્લાની તમામ સરકારી કચેરીના મુખ્યગેટની આસપાસના ૧૦૦ મીટરની ત્રિજયાના વિસ્તારમાં ઉભા રહેવા તેમજ કચેરીમાં પ્રવેશતા અટકાવવામાં આવે તે જાહેર જનતાના હિતમાં જરૂરી જણાય છે.
આણંદના અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ શ્રી ઋતુરાજ દેસાઈ (G.A.S) ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ના રર માં અધિનિયમની કલમ-૩૭(૪) અન્વયે મળેલ સત્તાની રૂએ આણંદ જીલ્લાની હદ વિસ્તારમાં આવતી તમામ સરકારી કચેરીઓએ જાહેર જનતાને ગેરમાર્ગે દોરી પૈસા પાડવવા જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિ કરવાના ઇરાદાઓ ધરાવતી વ્યક્તિઓએ તમામ સરકારી કચેરીઓના મુખ્યગેટની આસપાસના ૧૦૦ મીટર ત્રિજયાના વિસ્તારમાં ઉભા રહેવા ઉપર તેમજ પ્રવેશ કરવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે.
આ હુકમ તા.૧૫/૦૨/૨૦૨૬ સુધી અમલમાં રહેશે.
આ હુકમનો ભંગ કરનાર અથવા તે માટે મદદ કરનારને ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ- ૧૩૫ અન્વયે શિક્ષાને પાત્ર થશે.