Close

આણંદ જિલ્લા કલેક્ટરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ આંગણવાડી કેન્દ્રોની લીધી આકસ્મિક મુલાકાત

Publish Date : 09/01/2026

આણંદ, શુક્રવાર: આણંદ જિલ્લામાં પોષણ, આરોગ્ય અને પ્રારંભિક બાળ શિક્ષણની સેવાઓને વધુ સઘન અને અસરકારક બનાવવાના ઉમદા હેતુથી જિલ્લા કલેક્ટરશ્રી પ્રવીણ ચૌધરી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી દેવાહુતી દ્વારા વિવિધ આંગણવાડી કેન્દ્રોની આકસ્મિક મુલાકાત લેવામાં આવી હતી.

આ મુલાકાત દરમિયાન જિલ્લા કલેક્ટરશ્રીએ પેટલાદ તાલુકાના સિંહોલ ગામના લાલપુર અને રાંદોલ સીમ આંગણવાડી કેન્દ્રની તપાસ હાથ ધરી હતી, જેમાં બાળકોને અપાતા પૂર્વ પ્રાથમિક શિક્ષણની પદ્ધતિઓ અને “પોષણ ટ્રેકર” મુજબ બાળકોના વજન-ઊંચાઈનું ક્રોસ વેરીફિકેશન કરી Stunting, Wasting અને Underweight બાળકોની સ્થિતિની સમીક્ષા કરી હતી. તે ઉપરાંત, કેન્દ્રમાં THR (ટેક હોમ રાશન) અને MMY (મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના) ના સ્ટોકની ચકાસણી, નાસ્તાની ગુણવત્તા તેમજ “પોષણ સંગમ” અંતર્ગત અપાતી દવાઓની સ્થિતિ ચકાસી હતી.

જિલ્લા વિકાસ અધિકારીશ્રી દેવાહુતીએ મેઘવા ગામની એસ. નગર આંગણવાડી કેન્દ્રની ઓચિંતી મુલાકાત લીધી હતી. તેમણે કેન્દ્રમાં બાળકોને પીરસવામાં આવતા ગરમ નાસ્તાની ગુણવત્તાનું નિરીક્ષણ કર્યું હતું અને બાળકોને આપવામાં આવતા શિક્ષણના સ્તરની ચકાસણી કરી હતી. આ કમુલાકાત દરમિયાન કેન્દ્રમાં ઉપલબ્ધ THR અને MMY યોજના હેઠળના સ્ટોકની પણ વિગતવાર તપાસ કરવામાં આવી હતી.