Close

તાલુકા સ્વાગત કાર્યક્રમની તારીખ બદલાઈ

Publish Date : 09/01/2026

આણંદ જિલ્લામાં તા.૨૧ જાન્યુઆરીના રોજ તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાશે

સ્વાગત પોર્ટલ swagat.gujarat.gov.in પર ઓનલાઈન અરજી પણ કરી શકાશે

આણંદ, શુક્રવાર: આણંદ જિલ્લામાં તાલુકા કક્ષાનો તાલુકા સ્વાગત કાર્યક્રમ તારીખ 28મી જાન્યુઆરીના રોજ યોજાનાર હતો જે હવે આગામી તા.૨૧/૦૧/૨૦૨૬ ને બુધવારના રોજ સવારે ૧૧-૦૦ કલાકે સંબંધિત તાલુકાની મામલતદાર કચેરીઓ ખાતે તેમજ આણંદ તાલુકા શહેર/ગ્રામ્ય કક્ષાનો કાર્યક્રમ તાલુકા પંચાયત કચેરી, આણંદ ખાતે યોજાશે.

જે અરજદારોના પ્રશ્નો તાલુકા સ્વાગત કાર્યક્રમમાં લેવામાં આવ્યા હોય તે અરજદારોએ તા.૨૧/૦૧/૨૦૨૬, બુધવારના રોજ સવારે ૧૦-૦૦ કલાકે નોંધણી કરાવીને તે જ દિવસે ૧૧-૦૦ કલાકે જે તે તાલુકા મથકોએ રૂબરૂ જાતે હાજર રહેવાનું રહેશે.

તાલુકા સ્વાગત કાર્યક્રમમાં દરેક તાલુકા મથક ખાતે જિલ્લાના વર્ગ – ૧ ના અધિકારીશ્રીઓ અધ્યક્ષ તરીકે હાજર રહી અરજદારોના તાલુકા સ્વાગત કાર્યક્રમ હેઠળ આવેલી રજૂઆતો સાંભળશે, ન્યાયની કોર્ટમાં ચાલતા વિવાદ તેમજ સબ જ્યુડીસ પ્રશ્નો તથા નોકરીને લખતા પ્રશ્નો ધ્યાનમાં લેવામાં આવશે નહીં તેમ, નિવાસી અધિક કલેકટર, આણંદની યાદીમાં જણાવાયું છે.