Close

આણંદ ખાતે જિલ્લા કલેકટરશ્રી પ્રવીણ ચૌધરીની અધ્યક્ષતામાં ડિસ્ટ્રીક્ટ ક્રાઇસીસ ગ્રુપની બેઠક યોજાઈ

Publish Date : 02/01/2026

આણંદ, શુક્રવાર: જિલ્લા કલેક્ટરશ્રી પ્રવીણ ચૌધરીની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી, આણંદના સભાખંડ ખાતે ડિસ્ટ્રીક્ટ ક્રાઇસીસ ગ્રુપની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં જિલ્લાના ફેક્ટરી-કારખાના અને વિવિધ અદ્યોગિક એકમોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતાં.

જિલ્લા કલેકટરશ્રીએ બેઠકમાં ઉપસ્થિત તમામ કારખાના-ફેક્ટરી માલિકોને તેમના કારખાના-ફેક્ટરીના સ્થાને જો આક્સ્મિક કોઇ કટોકટી સર્જાય તો તે માટેના જરૂરી માપદંડો લેવાયા છે કે કેમ અને તે માટેની પૂર્વતૈયારી માટે શું આયોજન કરવામાં આવ્યું છે તે અંગેની જાણકારી મેળવી હતી. તેમણે તમામ કારખાના-ફેક્ટરી માલિકોને કટોકટીના સમયે કોઇપણ પ્રકારની ક્ષતિ ઊભી ના થાય તે અંગે સુચન કરી જરૂરી માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું.

બેઠકના પ્રારંભમાં જિલ્લા આદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્યની કચેરીના મદદનીશ નિયામક રીનાબેન રાઠવાએ ડિસ્ટ્રીક્ટ ક્રાઇસીસ ગ્રુપના ફંકશન, કેમિકલ એક્સિડેન્ટ નિયમો, એમએએચ ની સમજ અને જરૂરીયાત,ઓન-સાઇટ અને ઓફ-સાઇટ પ્લાન્ટ માટેની જવાબદારીઓ, ડિસ્ટ્રીક્ટ ઈમરજ્ન્સી ઓથોરીટી  સહિતની વિવિધ બાબતો ઉપર પ્રેઝન્ટેશન રજૂ કરી જાણકરી આપી હતી.

આ બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ગૌરવ જસાણી, પ્રાંત અધિકારીશ્રી કુંજલ શાહ, નાયબ પોલીસ અધિક્ષકશ્રી, સબંધિત વિભાગના અધિકારીઓ સહિત જિલ્લાના વિવિધ ઔધોગિક એકમોના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.