તારાપુર ખાતે ઘરેલુ હિંસા સામે સ્ત્રીઓને રક્ષણ અધિનિયમ અંતર્ગત જાગૃતિ કાર્યક્રમ યોજાયો
Publish Date : 02/01/2026
કાર્યક્રમમાં મહિલાલક્ષી કાયદાઓ અને વિવિધ કલ્યાણકારી યોજનાઓ વિશે માર્ગદર્શન અપાયું
આણંદ, શુક્રવાર: કમિશ્નરશ્રી મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા પ્રેરિત અને જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી, આણંદ દ્વારા ઘરેલુ હિંસા સામે સ્ત્રીઓને રક્ષણ અધિનિયમ-૨૦૦૫ અંતર્ગત કનેવાલ હાઈસ્કુલ, તારાપુર ખાતે જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં જિલ્લા મહિલા અને બાળ અધિકારી દ્વારા જાતિગત સમાનતા અને કાયદા હેઠળ પીડિત મહિલાને સુરક્ષા, રહેઠાણ, નાણાકીય રાહત અને ભરણ પોષણ અંગે., બાળકનો કબજો મળવા તેમજ વળતર અને વચગાળાનાં હુકમ અંગેની વિસ્તૃત સમજણ આપવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં જેન્ડર સ્પેશ્યાલિસ્ટ દ્વારા વ્હાલી દિકરી યોજના, ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના, ગંગા સ્વરૂપા પુનઃલગ્ન આર્થિક સહાય યોજના, મહિલા સ્વાવલંબન યોજના વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્ર, PBSC કાઉન્સેલરશ્રી શબનમબેન ખલિફા દ્વારા પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટર અને ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈન નંબર વિષયક, OSC પેરા-લીગલ કાઉન્સેલર દ્વારા ઘરેલું હિંસા અધિનિયમ ૨૦૦૫ અને “સખી- વન સ્ટોપ સેન્ટર” અંગે વિસ્તૃત માહિતીસભર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
પ્રારંભમાં શાળાના આચાર્યશ્રી ડૉ.વિષ્ણુભાઈ દ્વારા કાર્યક્રમની રુપરેખા આપવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરીના સ્ટાફગણ, DHEW સ્ટાફ, PBSC કાઉન્સેલર, OSC સ્ટાફ, મહિલા કલ્યાણ કેન્દ્રનો સ્ટાફ, શાળાના શિક્ષણગણ તથા વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ તથા ગામની મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

તારાપુર ખાતે ઘરેલુ હિંસા સામે સ્ત્રીઓને રક્ષણ અધિનિયમ અંતર્ગત જાગૃતિ કાર્યક્રમ યોજાયો