Close

કરમસદ-આણંદ મહાનગરપાલિકામાં રોગચાળા પર નિયંત્રણ : મેલેરિયા અને ડેન્ગ્યુના કેસમાં નોંધપાત્ર ઘટાડો

Publish Date : 02/01/2026

‘સ્વાસ્થ્ય સુરક્ષા પહેલા’ : મ્યુનિસિપલ કમિશનરશ્રીના માર્ગદર્શન હેઠળ કરાયેલી સઘન કામગીરી

વર્ષ 2025 દરમિયાન 292 દુકાન – સંસ્થાઓમાં મચ્છર ઉત્પત્તિ સ્થાન જોવા મળતા વસૂલ કર્યો રૂપિયા 4.26 લાખ ઉપરાંતનો દંડ

આણંદ, શુક્રવાર: કરમસદ-આણંદ મહાનગરપાલિકા વિસ્તારના નાગરિકોના આરોગ્યની સુખાકારી માટે મનપાના કમિશનર શ્રી ના માર્ગદર્શન હેઠળ મ્યુનિસિપલ હેલ્થ ઓફિસરશ્રી ડૉ. રાજેશ પટેલના સઘન માર્ગદર્શન અને દેખરેખ હેઠળ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા વાહકજન્ય રોગચાળાના નિયંત્રણ માટે વર્ષ ૨૦૨૫ દરમિયાન અસરકારક કામગીરી કરવામાં આવી છે. આ કામગીરીના પરિણામે, વર્ષ ૨૦૨૪ની સરખામણીમાં મેલેરિયા અને ડેન્ગ્યુના કેસોમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. અર્બન મેલેરિયા સ્કીમ (UMS) ની ટીમો અને અન્ય આરોગ્ય કેન્દ્રોએ વિદ્યાનગર, આણંદ સિટી, કરમસદ, બાકરોલ, મોગરી, જીટોડીયા, લાંભવેલ તથા ગામડી વિસ્તારોમાં સંયુક્ત કામગીરી કરીને આ સિદ્ધિ મેળવી છે.

ડોક્ટર રાજેશ પટેલના જણાવ્યા મુજબ મહાનગરપાલિકાના સમગ્ર વિસ્તારમાં મેલેરિયા અને ડેન્ગ્યુના કુલ કેસોમાં નોંધપાત્ર ઘટાડો થયો છે, જે નાગરિકોના સ્વાસ્થ્ય માટે મોટી રાહત સમાન છે. વર્ષ ૨૦૨૪ દરમિયાન મહાનગરપાલિકાના સમગ્ર વિસ્તારમાં મેલેરિયાના કુલ ૯ કેસ હતા, જે વર્ષ ૨૦૨૫માં ઘટીને માત્ર ૨ કેસ થઈ ગયા છે. ડેન્ગ્યુના કેસો પણ વર્ષ ૨૦૨૪માં ૬૬ હતા, જે વર્ષ ૨૦૨૫માં ઘટીને ૩૬ થઈ ગયા છે. ખાસ કરીને આણંદ સિટીમાં ડેન્ગ્યુના કેસો ૪૪ થી ઘટીને ૨૯ થયા છે, તેવી જ રીતે કરમસદમાં ૧૨ કેસો હતા જ ઘટીને ૪ અને વિદ્યાનગરમાં ૧૦ કેસોમાંથી ઘટીને ૩ થયા છે, જે બતાવે છે કે સઘન કામગીરી સફળ રહી છે.

આરોગ્ય વિભાગની સફળતામાં કાયદાનું કડક અમલ પણ મહત્ત્વનું પરિબળ રહ્યું છે. વાહકજન્ય રોગ અટકાવવા અંતર્ગત મહાનગરપાલિકા વિસ્તારમાં દંડ વસૂલ કરવાની અને નોટિસ આપવાની કાર્યવાહી કરવામાં આવી હતી.

હેલ્થ વિભાગની ટીમ દ્વારા વર્ષ ૨૦૨૫ દરમિયાન મોટા પ્રમાણમાં પોરા ઉત્પન્ન થતા સ્થાનોને નોટિસ આપીને નોટિફિકેશન એક્ટની અમલવારી કરવામાં આવી હતી. વર્ષ દરમિયાન ૭૧ જેટલા કોમર્શિયલ કોમ્પ્લેક્ષ, મોલ થીયેટ, ૩૪ જેટલી બાંધકામ સાઈટો, ૨૦ જેટલી હોસ્પિટલો, ૩૭ જેટલી ટાયરની દુકાન, ૨૫ જેટલી શૈક્ષણિક સંસ્થાઓ, ૧૪ જેટલી અન્ય સંસ્થાઓ અને ૯૦ જેટલી ખાનગી સંસ્થાઓ – દુકાનોમાં મોટા પ્રમાણમાં મચ્છર ઉત્પતિ સ્થાનો જોવા મળતા તેમને નોટિસ આપીને નોટિફિકેશન એક્ટની અમલવારી કરી તેમની પાસેથી કુલ રૂપિયા ૪,૨૬,૩૦૦/- નો દંડ વસૂલ કરવામાં આવ્યો છે તેમ મ્યુનિસિપલ હેલ્થ ઓફિસર શ્રી ડોક્ટર રાજેશ પટેલે વધુમાં જણાવ્યું છે.