Close

કડકડતી ઠંડીમાં માનવતાનું હૂંફાળું પગલું: કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા ૫૦  થી વધુ નિરાધારોનું રેસ્ક્યુ

Publish Date : 29/12/2025

શહેરના માર્ગો પર ખુલ્લામાં રાત્રિ પસાર કરતા લોકોને સુરક્ષિત આશરો આપવા માટે તંત્ર દ્વારા ખાસ ‘નાઇટ ડ્રાઇવ’ શરૂ  કરાઈ

આણંદ:સોમવાર: રાજ્યમાં પડી રહેલી કાતિલ ઠંડીની લહેરમાં સમાજના છેવાડાના અને ઘરવિહોણા લોકો સુરક્ષિત રહે તે હેતુથી કરમસદ-આણંદ મહાનગરપાલિકા દ્વારા પ્રશંસનીય કામગીરી હાથ ધરવામાં આવી છે. શહેરના માર્ગો પર ખુલ્લામાં રાત્રિ પસાર કરતા લોકોને સુરક્ષિત આશરો આપવા માટે તંત્ર દ્વારા ખાસ ‘નાઇટ ડ્રાઇવ’ શરૂ કરવામાં આવી છે.

છેલ્લા ઘણા દિવસોથી મહાનગરપાલિકાની ટીમ દ્વારા મોડી રાત્રે શહેરના વિવિધ વિસ્તારો જેવા કે બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન રોડ, જાહેર બગીચાઓ અને ફ્લાયઓવર નીચે તપાસ કરવામાં આવી રહી છે. જે લોકો પાસે રહેવાની કોઈ વ્યવસ્થા નથી અને જેઓ રસ્તાના કિનારે સૂઈ રહ્યા છે, તેમને સમજાવટથી પાલિકાના વાહનો દ્વારા સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવે છે.

કરમસદ આણંદ મહાનગરપાલિકા ની ટીમ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવેલા તમામ લોકોને પાલિકા સંચાલિત ‘પંડિત દીનદયાળ ઉપાધ્યાય આશ્રયસ્થાન’ (Rain Basera) ખાતે લઈ જવામાં આવ્યા છે. તેઓને ઠંડીથી રક્ષણ મળી રહે તે માટે પૂરતા પ્રમાણમાં ગાદલા, ઓશીકા અને ગરમ ધાબળાની વ્યવસ્થા કરવામાં આવી છે.

પ્રાથમિક સુવિધાઓમાં રહેવા માટે સ્વચ્છ હોલ, પીવાનું શુદ્ધ પાણી અને શૌચાલયની સગવડ પૂરી પાડવામાં આવી રહી છે.બીસ્વાસ્થ્યની દરકાર લેવા માટે  જરૂર જણાયે વૃદ્ધો અને બીમાર વ્યક્તિઓ માટે પ્રાથમિક તબીબી તપાસ હાથ ધરવામાં આવે છે.

આ ઝુંબેશ અંતર્ગત અત્યાર સુધીમાં અંદાજે ૫૦  જેટલા ઘરવિહોણા લોકોનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. તંત્રના આ માનવીય અભિગમને કારણે અનેક લોકોને કડકડતી ઠંડીમાં આશરો મળ્યો છે.

કરમસદ આણંદ મહાનગરપાલિકાના નાગરિકોને અપીલ કરતાં જણાવવામાં આવ્યું છે કે,જો આપને પણ આણંદ કે કરમસદ વિસ્તારમાં કોઈ વ્યક્તિ ફૂટપાથ પર ઠંડીમાં સૂતેલી જોવા મળે, તો માનવતાના નાતે મહાનગરપાલિકાના કંટ્રોલ રૂમનો સંપર્ક કરવા અથવા તેમને નજીકના આશ્રયસ્થાન વિશે જાણ કરવા વિનંતી કરવામાં આવી છે.