Close

બોરીઆવી નગરપાલિકા વિસ્તારમાં સ્વચ્છતાલક્ષી કામોનું જાત નિરીક્ષણ કરતા પ્રાદેશિક નગરપાલિકા કમિશનરશ્રી સુરભિ ગૌતમ

Publish Date : 23/12/2025

આણંદ, મંગળવાર: પ્રાદેશિક નગરપાલિકા કમિશનર-વડોદરા ઝોન હસ્તકના ૬ જિલ્લાની ૨૫ નગરપાલિકામાં હાલ સ્વચ્છતાલક્ષી ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.

બોરીઆવી નગરપાલિકા ખાતે પ્રાદેશિક કમિશ્નરશ્રી સુરભિ ગૌતમ તેમજ તેમની  ટીમ દ્વારા બોરીઆવી નગરપાલિકાના વિવિધ વિસ્તારો ખાતે સ્વચ્છતા બાબતે સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. તેમણે નગરપાલિકાની ડમ્પ સાઈટ અને પ્રોસેસિંગ પ્લાન્ટ ની પણ મુલાકાત લીધી હતી.

સ્વચ્છ અને સુંદર શહેરીકરણ યોજના અંતર્ગત બોરીયાવી નગરપાલિકાને સ્વચ્છ બનાવવા માટે તેમજ નગરપાલિકા વિસ્તારમાં વિવિધ વિકાસના કામો અન્વયે પ્રાદેશિક કમિશનર શ્રી સુરભી ગૌતમે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

તેમણે વધુમાં જણાવ્યું કે નગરજનો દ્વારા આવતી ફરિયાદોનું એક જ દિવસમાં અસરકારક રીતે હકારાત્મક નિકાલ થાય તે જોવા તથા નગરપાલિકા દ્વારા એકઠો કરવામાં આવતો કચરો નગરપાલિકાની ડમ્પ સાઇટ અને પ્રોસેસિંગ પ્લાન્ટ ખાતે જુના લેગસી વેસ્ટના નિકાલ ની કામગીરી થાય તે માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

બોરીયાવી નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી નીલમ રોયે પ્રાદેશિક કમિશનર શ્રી ને વિગતો આપતા જણાવ્યું હતું કે બોરીયાવી નગરપાલિકા વિસ્તારમાં નગરને સ્વચ્છ રાખવા માટે અને નગરજનો જાહેર રસ્તા ઉપર કચરો ન નાખે તે માટે જાહેર માર્ગ ઉપર 50 જેટલા ડસ્ટબીન મૂકવામાં આવ્યા છે. નગરપાલિકાના સફાઈ કર્મચારીઓ દ્વારા બોરીયાવી નગરપાલિકાને સ્વચ્છ અને સુંદર રાખવા માટે સ્વચ્છતા લક્ષી કામગીરી કરવામાં આવે છે અને જેટલો કચરો એકત્રિત કરવામાં આવે છે જે હાલમાં લાંભવેલ સાઈડ ખાતે નિકાલ કરવામાં આવે છે. બોરીયાવી નગરને સ્વચ્છ બનાવવા માટે વિવિધ જગ્યાઓ ઉપર પેઇન્ટિંગ કરી સુશોભન કરવાનું કામ હાથ ધરવામાં આવનાર છે આ ઉપરાંત લીલો અને ભીનું સૂકો કચરો ઘરે લોકો અલગ મૂકી શકે તે માટે ડસ્ટબિનનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત ડોર ટુ ડોર કચરાના કલેક્શન માટે ૦૭ જેટલા વિહિકલ નગરપાલિકાને મળવાના છે જેના માધ્યમથી બોરીયાવી નગરપાલિકાને સ્વચ્છ અને સુંદર બનાવવામાં આવશે, આ ઉપરાંત સફાઈ કર્મિયો દ્વારા કરવામાં આવતી કામગીરીનું નિરીક્ષણ પણ નિયમિત કરવામાં આવે છે, તેમ ચીફ ઓફિસર નીલમ રોયે પ્રાદેશિક કમિશનર શ્રી સુરભી ગૌતમને વિસ્તૃત માહિતી આપતા જણાવ્યું હતું.