Close

રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા સને ૨૦૧૧ ની વસતી ગણતરી પ્રમાણે તારાપુર નગરપાલિકાની વોર્ડની રચના, સીમાંકન તથા બેઠક ફાળવણી કરાઈ

Publish Date : 23/12/2025

આણંદ, મંગળવાર: રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા સને ૨૦૧૧ ની વસતી ગણતરી પ્રમાણે તારાપુર નગરપાલિકાની વોર્ડની રચના, સીમાંકન તથા બેઠક ફાળવણી કરાઈ છે.

વોર્ડ નંબર ૧ માં વિસ્તારની વિગતો જોઈએ તો, મોટું તળાવ વિસ્તાર, ખંભાત રોડ, નાની ચોકડી વિસ્તાર ,અંબિકા રાઈસ મીલ, ગોપાલક સોસાયટી, મોરજ રોડ વિસ્તાર, રણછોડરાય સોસાયટી પાછળનો વિસ્તાર, શિવ શક્તિ પાર્ક, રાધાબાગ સોસાયટી,સુકન બંગ્લોઝ, સ્વપ્ન મહેલ સોસાયટી, કૃષ્ણનગર સોસાયટી, ભક્તિનગર, શિવ શક્તિ (સંતોષનગર સોસાયટી), રાઈસ મીલ,સિંચાઇ ઓફિસ, ભરવાડની જોક, હોટલ શ્રીનાથ,હોટલ લક્ષ્મી, હોટલ રાજ ,મોહનપુરા, ગાડીયાપુરા,ચામુંડા મંદિર વગેરે વિસ્તારનો સમાવેશ થાય છે.

વોર્ડ નંબર 2 માં રાજવાપુર, વાટાનો સીમ વિસ્તાર, રાજવા પ્રાથમિક શાળા, સોજીત્રા રોડ વિસ્તાર, મહાવીર સોસાયટી સીતારામ રાઈસ મીલ, ઓમ શાંતિ ઈશ્વરીય વિશ્વવિદ્યાલય, ટાઢા હનુમાન મંદિર, બળીયાદેવ મંદિર, શિવ હાઉસિંગ સોસાયટી, ઇન્દિરા આવાસ, બિલાલ નગર, પોલીસ ક્વાર્ટર મહમંદિ સોસાયટી, આશિયાના સોસાયટી, મામલતદાર કચેરી, ઇન્દિરા કોલાની વિસ્તાર,હોટલ  મુરલીધર , નહેર વિસ્તાર વગેરે વિસ્તારનો સમાવેશ થાય છે.

વોર્ડ નંબર ૩ માં નાનો બારોટ વાડો, કુમારશાળા પાછળ, ટેકરી ફળિયુ, ભાથીજી ફળિયુ, મોટું ફળિયું ,વાલ્મિકી વાસ, રોહિત વાસ, પોલીસ લાઈન ,પોલીસ લાઈન બહારના છાપરા ,વાલાભાઈની ખડકી પાછળ, બારોટની ખડકી વિરોલા ફળી, લીમડી ચોક વિસ્તાર,નાનો વણકરવાસ,મદની ચોક, મોલવી ફળિયું, ભીમનાથ મહાદેવ જૈન દેરાસર, બુટ ભવાની મંદિર નેપાળા ફળીયુ, વિરોલા ફળિયું,ધોબી ફળિયું વગેરે વિસ્તારનો સમાવેશ થાય છે.

વોર્ડ નંબર ૪ માં જલારામ સોસાયટી ગાયત્રીનગર, જીવનધારા સોસાયટી ૧ અને ૨, ગોકુલ નગર, સ્વામિનારાયણ સોસાયટી રણછોડરાય સોસાયટી, ઘનશ્યામ નગર સોસાયટી,એકતાનગર સહાદત હોસ્પિટલ,ખાડો સોસાયટી, કિસ્મત કોલોની વગેરે વિસ્તારનો સમાવેશ થાય છે.

વોર્ડ નંબર 5માં કસ્બા વિસ્તાર કસ્તા વિસ્તાર, રબારીવાસ ચુનારાવાસ તથા ધર્મશાળા પ્રજાપતિ નિવાસ છીપવાડ, કાળકા માતાજીનું મંદિર, પંચાલ ફળિયુ વ્હોરવાડ, તકિયા, મોચી ફળિયુ મંદિર ફળિયું ,સાંસેદા ખડકી, સુથાર ફળિયુ, તલાટીની ખડકી, પાળજા ખડકી, દરવાજા ખડકી, આટીયા ખડકી, રેવનદાસની ખડકી, ધર્મદાસની ખડકી, શાકમાર્કેટ, રાવળ વાસ શિરોયા ફળી, વાળંદ ફળી,દેવજી ફળી,દીક્ષિત ફળિયું વગેરે વિસ્તારનો સમાવેશ થાય છે.

વોર્ડ નબર 6 માં રેલવે સ્ટેશન વિસ્તાર, સોમનાથ મહાદેવ , હાઈસ્કૂલ,સરકારી દવાખાનું,રમણભાઈનું જીન, બારોટ વાડો , અમીન ખડકી,સતઘરા, ગામડિયા ફળિયું,મોટો વાલ્મિક વાસ ,ખ્રિસ્તી મોહલ્લા ચર્ચ પાસે,ઊંડી ખડકી, પંડ્યા ફળી, શિરોયા ફળી,પરમાર ફળી,ગણેશ ફળી વગેરે વિસ્તારનો સમાવેશ કરવામાં આવ્યો છે.

તારાપુર નગરપાલિકાના જુદા જુદા ૬ વોર્ડમાં પછાત વર્ગની અંદાજિત વસ્તી તથા તેની ટકાવારી મુજબ વોર્ડને ઉતરતા ક્રમમાં ગોઠવી અનુસૂચિત જાતિ, અનુસૂચિત આદિજાતિ તથા પછાત વર્ગ માટે વોર્ડના ખાસ ક્રમાંક નક્કી કરવામાં આવ્યા છે.

જે અંતર્ગત તારાપુર નગરપાલિકાની વર્ષ 2011 ની વસ્તી ગણતરી મુજબ કુલ વસ્તી ૧૭,૯૯૪ છે.જેમાં કુલ વોર્ડની સંખ્યા ૦૬ છે.વોર્ડ દીઠ સરેરાશ વસ્તી ૨,૯૯૯ છે.જેમાં બેઠકોની સંખ્યા ૨૪ છે. સ્ત્રી  બેઠકોની સંખ્યા કુલ ૧૨ છે.જે પૈકી અનામત બેઠકો જોઈએ તો, અનુસૂચિત જાતિ ૧,અનુસૂચિત આદિજાતિ ૦ તથા પછાતવર્ગ માટે ૦૬ છે. કુલ ૧૬ અનામત બેઠકો છે.જેમાં ૦૮ સામાન્ય બેઠકો છે.

વોર્ડ નંબર મુજબ વસતી જોઈએ તો, વોર્ડ નંબર ૧ માં ૨૮૦૯, વોર્ડ નંબર ૨માં ૩૦૬૭ ,વોર્ડ નંબર ૩ માં ૩૨૯૩,વોર્ડ નંબર ૪ માં ૨૫૧૩,વોર્ડ નંબર ૫ માં ૩૧૧૮,વોર્ડ નંબર ૬ માં ૩૧૯૪  એમ કુલ  ૧૭ ,૯૯૪ જેટલી વસ્તીનો સમાવેશ કરવામાં આવ્યો છે.

રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા સને ૨૦૧૧ ની વસતી ગણતરી પ્રમાણે તારાપુર નગરપાલિકાની વોર્ડની રચના, સીમાંકન તથા બેઠક ફાળવણી કરાઈ

રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા સને ૨૦૧૧ ની વસતી ગણતરી પ્રમાણે તારાપુર નગરપાલિકાની વોર્ડની રચના, સીમાંકન તથા બેઠક ફાળવણી કરાઈ

રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા સને ૨૦૧૧ ની વસતી ગણતરી પ્રમાણે તારાપુર નગરપાલિકાની વોર્ડની રચના, સીમાંકન તથા બેઠક ફાળવણી કરાઈ