આણંદમાં સશક્ત નારી મેળા ના મહિલાઓના વિવિધ ૯૫ સ્ટોલ્સ દ્વારા પહેલા જ દિવસે રૂ.૨.૮૨ લાખનું વેચાણ થયું
Publish Date : 23/12/2025
જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતી, જીએલપીસીના જનરલ મેનેજરશ્રી શ્વેતાબેન અગથ સહિત વિવિધ કચેરીના અધિકારી, કર્મચારીઓએ પરિવાર સાથે સશક્ત નારી મેળામાંથી ખરીદી કરી
સશક્ત નારી મેળાને મળી રહ્યો છે બહોળો પ્રતિસાદ
આણંદ, સોમવાર:વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘‘હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી’’ અભિયાન તેમજ ‘‘વોકલ ફોર લોકલ’’ તથા મહિલા સશક્તિકરણને સંકલ્પને ચરિતાર્થ કરવા આણંદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આણંદ ખાતેના સાંગોડપુરા રોડ ઉપર આવેલ
“પ્રમુખસ્વામી અર્બન કોમ્યુનિટી હોલ” ખાતે તા.૨૧ થી ૨૩ ડિસેમ્બર સુધી ત્રિ-દિવસીય “સશક્ત નારી મેળા”નું આયોજન કરવામાં આવ્યું છે. આ સશક્ત નારી મેળામાં વિવિધ સ્વદેશી વસ્તુઓના સખી મંડળની બહેનો દ્વારા સંચાલિત કુલ ૯૫ સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે. જેને બહોળો પ્રતિસાદ મળતા પ્રથમ દિવસે જ કુલ રૂ.૨.૮૨ લાખની આવક થતા ખરા અર્થમાં સખી મંડળની બહેનો માટે આ મેળો સાર્થક સાબિત થયો છે.
પ્રથમ દિવસે દરમિયાન મોટી સંખ્યામાં શહેરીજનોએ આ મેળામાં ધૂમ ખરીદી કરી મહિલા કારીગરોને પ્રોત્સાહન પુરૂ પાડ્યુ હતું. આ મેળાથી મહિલાઓને સાચા અર્થમાં રોજગારી મળતા સખી મંડળની બહેનોની લખપતિ દીદીની સફરની શરૂઆત થઈ છે.
સખી મંડળની બહેનોને પ્રોત્સાહન મળે તેવા શુભ આશય સાથે આણંદ જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતી, ગુજરાત લાઈવ હુડ પ્રમોશન કંપની લિમિટેડ ગાંધીનગરના માર્કેટિંગ વિભાગના જનરલ મેનેજર શ્રી શ્વેતાબેન અગથ સહિત વિવિધ કચેરીના અધિકારી, કર્મચારીઓએ પરિવાર સાથે સશક્ત નારી મેળામાંથી ખરીદી કરી હતી.