Close

અખંડ ભારતના શિલ્પી સરદાર સાહેબની શૈક્ષણિક તપોભૂમિ પેટલાદ ખાતે ‘જોડે એ સરદાર’ નાટકનો સાંસ્કૃતિક મહોત્સવ યોજાયો

Publish Date : 19/12/2025

​આણંદ, શુક્રવાર: લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના તેજસ્વી જીવન અને રાષ્ટ્રભક્તિના પ્રેરણાદાયી સંસ્મરણોને જીવંત કરવાના ઉમદા હેતુથી, ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી, ગાંધીનગર દ્વારા પ્રસ્તુત સંગીત અને મલ્ટીમીડિયા શો ‘જોડે એ સરદાર’ નું  ભવ્ય નાટક પેટલાદની ઐતિહાસિક એન. કે. હાઈસ્કૂલના પ્રાંગણમાં યોજવામાં આવ્યું હતું. આજ હાઇસ્કુલ ખાતે સરદાર સાહેબે વિદ્યાભ્યાસ કર્યો હતો તેવી આ ગૌરવશાળી શાળામાં, નાણા રાજ્યમંત્રી શ્રી કમલેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને આયોજિત આ કાર્યક્રમમાં દેશભક્તિનો અનોખો સંગમ જોવા મળ્યો હતો.​

સરદાર સાહેબના અજેય સંકલ્પોને ઉજાગર કરતા આ નાટકે સૌના હૃદયમાં રાષ્ટ્રગૌરવની જ્યોત પ્રજ્વલિત કરી હતી.

આ મલ્ટીમીડિયા અને સંગીતના સમન્વયથી સુશોભિત નાટકને નિહાળવા પેટલાદ નગરપાલિકા પ્રમુખશ્રી જીગ્નેશભાઈ જોશી, કારોબારી સમિતિના ચેરમેનશ્રી જયભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્યશ્રી નિરંજનભાઇ પટેલ, અગ્રણી શ્રી ધર્મેશભાઈ પંચાલ, શ્રી ધર્મેન્દ્રભાઈ પટેલ, શ્રી મનીષભાઈ શાહ, શ્રી મનીષભાઈ ઠાકોર, શિક્ષણ સમિતિના ચેરપર્સન જલ્પાબેન શાહ, શિક્ષણ સમિતિના સદસ્યશ્રી અશ્વિનભાઈ કાછિયા, શ્રી પ્રવીણભાઈ પરમાર, જિલ્લા યુવા વિકાસ અધિકારી અક્ષયભાઈ મકવાણા સહિત પદાધિકારીઓ, અધિકારીઓ સાથે મોટી સંખ્યામાં પેટલાદ તાલુકાના કલા રસિકો, વિદ્યાર્થી મિત્રો હાજર રહ્યા હતા.

સમગ્ર કાર્યક્રમનું સંચાલન કાર્તિકભાઈ શુક્લ દ્વારા કરવામાં આવ્યું હતું.

અખંડ ભારતના શિલ્પી સરદાર સાહેબની શૈક્ષણિક તપોભૂમિ પેટલાદ ખાતે 'જોડે એ સરદાર' નાટકનો સાંસ્કૃતિક મહોત્સવ યોજાયો