કૃષિ મહાવિદ્યાલય આણંદ ખાતે એક દિવસીય ખેડૂત તાલીમ કાર્યક્રમનું આયોજન
Publish Date : 18/12/2025
તાલીમ કાર્યક્રમમાં ખેડૂતોના આર્થિક ઉત્થાન અને ટકાઉ કૃષિ માટે હાથ- ધરવામાં આવતી વિવિધ પ્રવૃત્તિઓ વિશે માહિતી અપાઈ
ગુજરાત નર્મદાવેલી ફર્ટિલાઇઝર કં. લી. ની સીએસઆર વીંગ નારદેશની કિસાન સમૃદ્ધિ પરિયોજના હેઠળ આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટીના સહકારથી કૃષિ મહાવિદ્યાલય આણંદ ખાતે એક દિવસીય ખેડૂત તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ જીએનએફસી કં. લી.ના વડા –એ.જી.એમ. શ્રી વિશ્વનાથ બિરાદર સાહેબ અને જીએનએફસી લી. ગુજરાતના સી.એમ.એમ શ્રી એસવી લાઠીગરા સાહેબના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. જીએનએફસી લી. વડોદરાનાં એરિયા મેનેજર શ્રી એચ.આર. નંદાણી એ ખેડૂતોને નારદેશ અને કિસાન સમૃદ્ધિ પરિયોજના તેના ઉદ્દેશ્યો અને તેના દ્વારા ખેડૂતોના આર્થિક ઉત્થાન અને ટકાઉ કૃષિ માટે હાથ- ધરવામાં આવતી વિવિધ પ્રવૃત્તિઓ વિશે માહિતી આપી.
આ કાર્યક્રમમાં યુનિવર્સિટીના વિવિધ સંશોધન વૈજ્ઞાનિકો અને તજજ્ઞો ડૉ. વાય સી લકુમ, ડૉ. પ્રણય પટેલ, ડૉ. પુનિત મહેતા વગેરેએ ખેડૂતોને વિવિધ વિષયો જેવાં કે શાકભાજીપાકોની વૈજ્ઞાનિક ખેતી પધ્ધતિઓ, એ.એ.યુ, આણંદ દ્વારા રજૂ કરાયેલ ઘઉં, ડાંગર, એરંડા અને મગ ના પાકની નવીનતમ જાતો વિશે,ખેતીમાં જમીનની ફળદ્રુપતા વ્યવસ્થાપન, સૂક્ષ્મ પોષકતત્ત્વોની ઉણપથી ખેડૂતો દ્વારા સામનો કરવામાં આવતી સમસ્યાઓની ચર્ચા કરવામાં આવી. જમીનની સમસ્યાઓ,અને જમીન સંબંધિત પડકારોને દૂર કરવા માટેની અસરકારક પદ્ધતિઓ વિશે વિગતવાર પર કૃષિલક્ષી માર્ગદર્શન આપ્યુ.
ક્ષેત્ર મુલાકાત દરમ્યાન ડૉ.વિશાખા ચૌધરીએ પ્રાકૃતિક ખેતીના વિવિધ આયામો જીવામૃત,બીજામૃત અને અન્ય કુદરતી ઇનપુટ્સની તૈયારી અને ઉપયોગ સહિત કુદરતી ખેતી તકનીકોનું વ્યવહારુ માર્ગદર્શન પૂરું પાડ્યું. સાથે જ, ખેડૂતો સાથે સક્રિયપણે વાર્તાલાપ કર્યો હતો.
આ કાર્યક્રમમાં ૧૦૦ જેટલા ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સમાપન શ્રી એ.એસ. સાવલિયા દ્વારા આભારનો મત સાથે થયું, જેમાં તમામ ખેડૂતો, વૈજ્ઞાનિકો અને મહાનુભાવોનો તેમની મૂલ્યવાન ભાગીદારી અને સમર્થન બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો.

કૃષિ મહાવિદ્યાલય આણંદ ખાતે એક દિવસીય ખેડૂત તાલીમ કાર્યક્રમનું આયોજન

કૃષિ મહાવિદ્યાલય આણંદ ખાતે એક દિવસીય ખેડૂત તાલીમ કાર્યક્રમનું આયોજન

કૃષિ મહાવિદ્યાલય આણંદ ખાતે એક દિવસીય ખેડૂત તાલીમ કાર્યક્રમનું આયોજન