Close

કરમસદ આણંદ ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસ દ્વારા જય જલારામ ઇન્ટરનેશનલ સ્કૂલના  શિક્ષકો અને વિદ્યાર્થીઓને આપવામાં આવી ફાયર સેફટીની જાણકારી

Publish Date : 17/12/2025

આણંદ, મંગળવાર: કરમસદ આણંદ મહાનગરપાલિકાના ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસના ફાયર ઓફિસર શ્રી ધર્મેન્દ્ર ગોરના માર્ગદર્શન હેઠળ વિવિધ સ્કૂલ, કોલેજ અને સંસ્થાઓ ખાતે ફાયર સેફ્ટી અંગેની તાલીમ આપવામાં આવી રહી છે.

આણંદની જય જલારામ ઇન્ટરનેશનલ સ્કૂલના  75 જેટલા વિધાર્થીઓ તેમજ 6 શિક્ષકો કરમસદ આણંદ ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસના ફાયર બ્રિગેડની મુલાકાતે આવ્યા હતા.

કરમસદ આણંદ ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસના ફાયર જવાન હિતેન ઠાકોર, જયેશ ઠાકોર, રઘુવીરસિંહ પઢીયાર, કૃષ્ણરાજસિંહ રાઉલજી દ્વારા ફાયર સેફ્ટી અંગેની પ્રાથમિક ધોરણે ફાયર એક્સ્ટીંગ્યુશરને ઉપયોગ કરવાની રીત, કટોકટી સમયે બચાવ કામગીરી અને ફાયર બ્રિગેડમાં કરવામાં આવતી કામગીરી થી માહિતગાર કરવામાં આવ્યા હતા.

કરમસદ આણંદ ફાયર બ્રિગેડ દ્વારા સ્કૂલ કોલેજોમાં ફાયર અવેરનેશ ટ્રેનિંગ કરવામાં આવે છે, આ તાલીમના માધ્યમથી ખાસ કરીને યુવાઓમાં ફાયર સેફ્ટી અંગેની જાગૃતતા ફેલાવી શકાય અને આ જાણકારી થી તેઓ બીજાને પણ મદદ કરી શકે.

કરમસદ આણંદ ફાયર બ્રિગેડ દ્વારા જણાવવામાં આવ્યું છે કે કોઈપણ સંસ્થા, સ્કૂલ કે કોલેજના વિદ્યાર્થીઓ આણંદ ફાયર બ્રિગેડની મુલાકાત લઈ શકે છે અને ફાયર સેફટી અંગેની જાણકારી મેળવી શકે છે. આ ઉપરાંત કોઈપણ સ્કૂલ, કોલેજ કે સંસ્થા ખાતે વિદ્યાર્થીઓને, યુવાઓને ફાયર સેફ્ટી અંગેની તાલીમ મેળવવી હોય તો કરમસદ આણંદ ફાયર બ્રિગેડ દ્વારા સંસ્થા ખાતે આવીને પણ ફાયર સેફટી અંગેની તાલીમ આપવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું છે.