જિલ્લા કક્ષા બાળ પ્રતિભા શોધ સ્પર્ધા માં ભાગ લેવા માટે તા.૦૮ ડિસેમ્બર સુધીમાં અરજી કરો
Publish Date : 01/12/2025
આણંદ, સોમવાર: ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર દ્વારા પ્રતિ વર્ષની જેમ ચાલુ વર્ષે પણ આણંદ જિલ્લામાં જિલ્લા કક્ષા બાળ પ્રતિભા શોધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવનાર છે.
૦૭ થી ૧૩ વર્ષ સુધીની ઉંમરના કોઈપણ ભાઈ/બહેન, વિદ્યાર્થી કે બિનવિદ્યાર્થી સ્પર્ધામાં ભાગ લઈ શકશે.
સ્પર્ધકોએ ઉંમરના પુરાવા માટે આધારકાર્ડ અથવા શાળાનું પ્રમાણપત્ર અથવા જિલ્લા શિક્ષણાધિકારીશ્રી, તાલુકા મામલતદારશ્રી કે અન્ય કોઈ રાજ્ય પત્રિત અધિકારીશ્રીનું પ્રમાણપત્રની નકલ પ્રવેશપત્ર સાથે મોકલી આપવાનું રહેશે.
સ્પર્ધા ત્રણ વિભાગમાં યોજવામાં આવશે. “અ” વિભાગ ૦૭ વર્ષથી ૧૦ વર્ષનાં બાળકો (તા.૦૧/૦૧/૨૦૧૫ થી તા.૩૧/૧૨/૨૦૧૭ વચ્ચે જન્મેલા), “બ” વિભાગ ૧૧ વર્ષથી ૧૩ વર્ષનાં બાળકો (તા.૦૧/૦૧/૨૦૧૨ થી તા.૩૧/૧૨/૨૦૧૪ વચ્ચે જન્મેલા) અને “ખુલ્લો” વિભાગ ૦૭ વર્ષથી ૧૩ વર્ષનાં બાળકો (તા.૦૧/૦૧/૨૦૧૨ થી તા.૩૧/૧૨/૨૦૧૭ વચ્ચે જન્મેલા) હોવા જોઈએ.
સ્પર્ધામાં તારીખ ૩૧/૧૨/૨૦૨૪ ની સ્થિતીએ ભાગ લેનારની ઉંમર ૭ વર્ષથી ઓછી અને ૧૩ વર્ષથી વધુ ન હોવી જોઈએ.
ભાગ લેનાર સ્પર્ધકોનાં પ્રવેશપત્રો તા.૦૮/૧૨/૨૦૨૫ બપોરે ૧૨:૦૦ કલાક સુધીમાં જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, રૂમ નં. ૩૦૯, ત્રીજો માળ, જુના સેવા સદન, બોરસદ ચોકડી, આણંદ ખાતે મોકલવાના રહેશે.
વધુ વિગત અથવા જાણકારી માટેn કચેરીના E mail – dvdo-syed-and@gujarat.gov.in, ફોન નં:- ૦૨૬૯૨-૨૬૩૮૨૫ ઉપર સંપર્ક કરવા આણંદના જિલ્લા યુવા વિકાસ અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે.