Close

આણંદ જિલ્લાના બાગાયતી ખેતી કરતાં અને કરવા માંગતા ખેડૂતો જોગ

Publish Date : 01/12/2025

આણંદ, સોમવાર: નાયબ બાગાયત નિયામકશ્રી, આણંદના જણાવ્યા મુજબ ચાલુ વર્ષ ૨૦૨૫-૨૬ માટે બાગાયતની મહિલા વૃતિકા તાલીમ યોજના માટે સરકારશ્રી દ્વારા i-khedut પોર્ટલ ખુલ્લું મુકવામાં આવેલ છે.

આ યોજનાઓમાં લાભ લેવા માંગતા આણંદ જીલ્લાના લાભાર્થીએ i-khedut પોર્ટલ પર તા.૧૨/૧૨/૨૦૨૫ સુધીમાં અરજી કરવાની રહેશે.

લાભાર્થીએ i-khedut પોર્ટલ પર અરજી કરી જરૂરી સાધનિક દસ્તાવેજો ઓનલાઇન અપલોડ કરવાના રહેશે.

ત્યાર બાદ તે અરજી ની પ્રીંટ કરી જરૂરી સાધનિક દસ્તાવેજો સહિત નાયબ બાગાયત નિયમકશ્રીની કચેરી, રૂમ નંબર ૪૨૭-૪૨૯, ચોથો માળ, જિલ્લા સેવા સદન, બોરસદ ચોકડી પાસે, આણંદ ખાતે દિન-૧૦ માં પહોચાડવાની રહેશે. ત્યારબાદ અરજીની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે, તેમ આણંદના નાયબ બાગાયત નિયામક દ્વારા જણાવવામાં આવ્યું છે.