Close

આઝાદીના શતાબ્દી વર્ષે વિકસિત ભારતના લક્ષ્યો હાંસલ કરવા માટે સરદાર પટેલના આદર્શો જરૂરી છે – કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઇ માંડવિયા

Publish Date : 01/12/2025

સરદાર@૧૫૦ રાષ્ટ્રીય એકતા પદયાત્રાના ઉપલક્ષ્યમાં સિંધરોટ ખાતે યોજાયેલી સરદાર ગાથામાં ડો. માંડવિયાએ પ્રસ્તુત કરી સરદાર અને મણીબેનની વાતો

આણંદ,શુક્રવાર: સરદાર@૧૫૦ રાષ્ટ્રીય એકતા પદયાત્રાના ઉપલક્ષ્યમાં સિંધરોટ ખાતે યોજાયેલી સરદાર ગાથામાં ઉપસ્થિત કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઇ માંડવિયાએ જણાવ્યું કે, આ પદયાત્રા એકતા, આત્મનિર્ભરતા અને વિકસિત ભારતનો સંદેશો ફેલાવે છે. આજની નવી પેઢીએ તેમના જીવનમાંથી પ્રેરણા લઈને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના આત્મનિર્ભર અને વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવાનું છે.

કેન્દ્રીય યુવા બાબતો, રમતગમત, શ્રમ અને રોજગાર મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાએ કહ્યું કે, સમગ્ર દેશમાં ૭૫૦ જિલ્લાઓમાં ૧૫૦૦થી વધુ એકદિવસીય પદયાત્રાઓનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સરદાર પટેલના જીવનકાર્ય, આઝાદીની લડતમાં તેમનું યોગદાન અને ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ના નિર્માણમાં તેમનું સમર્પણ વિશે ચર્ચા થઈ રહી છે.

ડૉ. માંડવિયાએ સરદાર પટેલને ‘એક ભારતના શિલ્પી’ તરીકે યાદ કરતા કહ્યું કે તેમણે ૫૬૨ રજવાડાઓને એકસૂત્રે બાંધીને આધુનિક ભારતનું નિર્માણ કર્યું. જર્મનીના બિસ્માર્કે આઠ રાજ્યોને એક કર્યા હતા, પરંતુ સરદારે ૫૬૨ રજવાડાઓનું અભિન્નીકરણ કરીને ઇતિહાસ રચ્યો હતો. આઝાદીના શતાબ્દી વર્ષે આ લક્ષ્યો હાંસલ કરવા માટે સરદારના આદર્શો જરૂરી છે. 

તેમણે  સરદાર પટેલને આદર્શ સત્યાગ્રહી તરીકે રજૂ કરતા ખેડા અને બારડોલી સત્યાગ્રહનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, દુષ્કાળ વચ્ચે અંગ્રેજોના વધુ મહેસૂલ વિરુદ્ધ ખેડૂતોને એકત્ર કરીને તેમણે અંગ્રેજોને ઝુકાવ્યા અને ખેડૂતોમાં સ્વાભિમાન અને આત્મનિર્ભરતાનો અંતર આપ્યો હતો. જેના કારણે તેમને ‘સરદાર’નું બિરુદ મળ્યું હતું. તેમણે ઉત્તમ પ્રશાસક તરીકે અમદાવાદના મેયર તરીકે પ્રથમ વખત ટાઉન પ્લાનિંગનો ખ્યાલ અમલમાં મૂક્યો હતો અને વિક્ટોરિયા ગાર્ડનને લોકમાન્ય તિલક ગાર્ડન તરીકે પુનઃનામ આપીને મહાત્મા ગાંધીએ તેનું ઉદ્ઘાટન કરાવ્યું હતું.

ડૉ. માંડવિયાએ સરદારની દૂરદૃષ્ટિના ઉદાહરણો આપતા કહ્યું કે, જૂનાગઢમાં આરઝી હકૂમત અને હૈદરાબાદમાં પોલીસ એક્શન દ્વારા તેમનું ભારતમાં વિલીનીકરણ ઉપરાંત રાધનપુરના નવાબના પાકિસ્તાન સાથે જોડાવાના પ્રયાસને ટાળવા માટે સરદારે તાત્કાલિક વિમાન અને હેલિકોપ્ટરથી પહોંચીને નવાબને રાજી કર્યા અને દીવાનને લિફાફામાં વિલીનીકરણની પત્ર આપીને ચિંતા દૂર કરી હતી. આ ઘટના તેમની તીવ્ર દૂરદૃષ્ટિ અને ઝડપી કાર્યવાહીને દર્શાવે છે, જે અખંડ ભારતના નિર્માણમાં મહત્વપૂર્ણ હતી.

મંત્રીશ્રીએ સરદારના પરિવાર પ્રત્યેના સમર્પણ પર આભારી થઈને કહ્યું કે બેરિસ્ટર બનવા માટે ઇંગ્લેન્ડ જવાની તક મોટા ભાઈ વિઠ્ઠલભાઈને આપી હતી અને પોતાની પ્રેક્ટિસ તથા પરિવારની જવાબદારી સંભાળી હતી. તેમની પુત્રી મણી બહેનનું તેમના જીવન પ્રત્યેનું અંતરિમ સમર્પણ અદ્ભુત હતું; તેમણે પિતાના કાર્યભાર, હિસાબ-કિતાબ, દિનચર્યા અને વસ્ત્રો સિલાઈ સુધીની તમામ જવાબદારીઓ નિભાવી હતી. એકવાર જબ્બા પર રફૂ જોવા મળતાં કોઈએ પૂછ્યું તો સરદારે કહ્યું કે કપડું ફાટી શકે, પરંતુ સેવાની સાધના અને સંસ્કારો મહત્વના છે, જે મણી બહેને શીખવ્યા હતા.

ડૉ. માંડવિયાએ સરદારની સાદગી અને અનુશાસન પર ભાર મૂકતા કહ્યું કે જેલમાં પણ તેમણે તમામ નિયમોનું પાલન કર્યું હતું અને કાંકરાવાળા ખોરાકને પાણીમાં ઉકાળીને કાંકરા અલગ કરીને સાથી કેદીઓને માતૃભૂમિ માટે જીવન જીવવાની સલાહ આપી હતી. આઝાદી પછી વચગળાની સરકારમાં પ્રધાનમંત્રી પદ માટે ૧૭ પ્રાંતોમાંથી ૧૫ની સંમતિ હતી, પરંતુ મહાત્મા ગાંધીની ઈચ્છા સમજીને જવાહરલાલ નેહરુને તે પદ આપી દીધું હતું, જે તેમના સમર્પણ અને આજ્ઞાંકિત કાર્યકર્તાનું ઉદાહરણ છે.

તેમણે પદયાત્રાના યુવા ભાગીદારોને સંબોધીને કહ્યું કે કરમસદથી એકતા નગર સુધીની ૧૫૦ કિ.મી.ની આ પદયાત્રા આજે ત્રીજા દિવસે વડોદરા જિલ્લામાં પ્રવેશી છે, જેમાં સમગ્ર દેશમાંથી યુવાનો જોડાયા છે. માય ભારત પ્લેટફોર્મ પર સરદારના જીવન પર આયોજિત ક્વિઝમાં ૫ લાખથી વધુ યુવાનોએ ભાગ લીધો હતો, જેમાંથી મેરિટ પર આવેલા ૧૫૦ પદયાત્રીઓમાંથી ૫૦ અહીં હાજર છે. આ પદયાત્રા દેશમાં એકતા, આત્મનિર્ભરતા અને વિકસિત ભારતનો સંદેશો ફેલાવી રહી છે, જે મીડિયામાં પણ વ્યાપક ચર્ચામાં છે.

તેમણે કહ્યું કે સરદાર પટેલે દેશને એક બનાવ્યો અને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી દેશને  શ્રેષ્ઠ અને વિકસિત બનાવી રહ્યા છે.  આ માટે આપણે સરદારના જીવનમાંથી પ્રેરણા લઈને કર્તવ્ય પ્રત્યે સમર્પિત થઈએ.

પ્રારંભે ધારાસભ્ય શ્રી ચૈતન્યસિંહ ઝાલાએ સ્વાગત પ્રવચનમાં સરદાર પટેલના દેશી રજવાડાઓના ભારતમાં વિલિનીકરણમાં સરદાર પટેલના યોગદાનને વર્ણવ્યું હતું.

કાર્યક્રમની સાથે ગામના તેજસ્વી છાત્રો, પૂર્વ સૈનિકો સહિત સમાજ સેવામાં યોગદાન આપનારા નાગરિકોનું મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.