સરદાર@૧૫૦ રાષ્ટ્રીય યુનિટી માર્ચ
Publish Date : 01/12/2025
દિન-૩
કરમસદથી કેવડિયા
પદયાત્રાના પ્રથમ રૂટ માં આણંદના આંકલાવથી વડોદરાના સિંધરોટ સુધી યોજાઈ સરદાર પદયાત્રા
કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખ માંડવિયા અંકલાવ બસ સ્ટેશનથી ત્રીજા દિવસની પદયાત્રામાં સહભાગી બન્યા
કેન્દ્રીય મંત્રી શ્રી એસ.પી. સર્બાનંદ સોનોવાલ અને કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રી અજય ટમ્ટા પણ જોડાયા એકતા પદયાત્રામાં
વંદે માતરમ્ અને જય સરદારના નારાથી ગુંજી ઉઠ્યું આંકલાવ
અંદાજે ૧૩ કિલોમીટરની આ રાષ્ટ્રીય પદયાત્રામાં કલા અને સંસ્કૃતિથી રાષ્ટ્રીય એકતા, સમરસતા અને દેશપ્રેમમાં થયા દર્શન
સરદાર પ્રેમીઓ ઉમળકાભેર પદયાત્રામાં બન્યા સહભાગી
હઠીપુરા, ઉમેટા સહિતના આસપાસના ગ્રામજનોએ ઉત્સાહભેર પદયાત્રીઓને વધાવ્યાં
જય જય સરદાર અને વંદે માતરમ્ ના નારા સાથે આંકલાવ સુધીના રસ્તાઓ ગુંજી ઉઠ્યા
યુવાઓએ “માય ભારત, વિકસિત ભારત અને એક ભારત, શ્રેષ્ઠ ભારતના” નારા સાથે પદયાત્રામાં સહભાગી બન્યા
આણંદ, ગુરુવાર: અખંડ ભારતના સર્જનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિના અવસર પર પ્રારંભ થયેલ કરમસદ થી કેવડિયા સુધીની રાષ્ટ્રીય પદયાત્રાના ત્રીજા દિવસનો પ્રારંભ આજે આણંદ જિલ્લાના આંકલાવ ખાતેથી થયો હતો. સમગ્ર માર્ગ પર સરદાર યાત્રાના વધામણાની સાથે રાષ્ટ્રપ્રેમના અદ્દભુત વાતાવરણનું નિર્માણ થયું હતું.
આ પદયાત્રાના આજના ત્રીજા દિવસે આંકલાવ ખાતેના શુભારંભ સ્થળેથી કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખ માંડવિયા, કેન્દ્રીય મંત્રી શ્રી એસ.પી. સર્બાનંદ સોનોવાલ અને કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રી અજય ટમ્ટા સહિતના આગેવાનો પણ પદયાત્રામાં જોડાયા હતા.
આંકલાવથી પ્રારંભ થયેલી આ પદયાત્રામાં “જય જય સરદાર”, “વંદે માતરમ્” સાથે “My ભારત”, “વિકસિત ભારત” અને “એક ભારત, શ્રેષ્ઠ ભારત”ના નારા સાથે સમગ્ર પદયાત્રા પથ ગુંજી ઉઠ્યો હતો.
કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયાએ માધ્યમો સાથેના સંવાદમાં જણાવ્યું હતું કે, સરદાર વલ્લભભાઈ પટેલની 150 જન્મજયંતિના અવસરે સરદાર@૧૫૦ : યુનિટી માર્ચનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, સરદાર વલ્લભભાઈ પટેલે અખંડ ભારતનું નિર્માણ કર્યું છે, તેમણે શ્રેષ્ઠ ભારતના નિર્માણની પરિકલ્પના કરી હતી તેવી રીતે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ ભારતવર્ષને એક ભારત શ્રેષ્ઠ ભારત તથા આત્મનિર્ભર ભારત બનાવવાનું સ્વપ્ન સેવ્યું છે, આ સ્વપ્ન સાકાર થાય તેમજ જન જન સુધી તેનો સંદેશ પહોંચે તેવા ઉદ્દેશ સાથે આ રાષ્ટ્રીય એકતા પદયાત્રા યોજાઇ છે.
રાષ્ટ્રીય એકતા પદયાત્રાના આજના અંદાજિત ૧૩ કિલોમીટરના રૂટમાં કલા-સંસ્કૃતિ સાથે રાષ્ટ્રીય એકતા, સમરસતા અને દેશભક્તિનો અદભુત સમન્વય જોવા મળ્યો. હઠીપુરા, ઉમેટા સહિતના વિસ્તારોમાં ગ્રામ્યજનોએ ભવ્ય સ્વાગત કરી પદયાત્રીઓને વધાવ્યા.
પદયાત્રાનું પ્રારંભે કેન્દ્રીય મંત્રીશ્રીઓ સહિતના મહાનુભાવો તથા પદયાત્રીઓએ સ્મૃતિ વનમાં વૃક્ષારોપણ કર્યું હતું. આ પદયાત્રા દરમિયાન યુવા ભારત અભિયાનના વોલન્ટિયરો, સ્કાઉટ-ગાઈડ, NCC, NSS, જનપ્રતિનિધિઓ તથા સ્થાનિક સરદાર પ્રેમીઓના દેશભક્તિભર્યા ગીતો અને નારાઓએ પદયાત્રાને યાદગાર બનાવી હતી.
આંકલાવથી વડોદરાના સિંધરોટ સુધીના માર્ગ પર વિવિધ સ્થળોએ સ્વાગત-ગીતો, ગરબા અને ફૂલવર્ષાથી યાત્રાના વધામણા કરવામાં આવ્યા હતા. પદયાત્રીઓ માટે ઊભા કરવામાં આવેલા શરબત, પાણી, છાસ અને નાસ્તાના સ્ટોલોએ રાજ્ય અને રાજ્ય બહારથી આવેલા પદયાત્રીઓને ઉદાર આતિથ્યનો અનુભવ કરાવ્યો હતો.
આંકલાવના હઠીપુરા અને ઉમેટા જેવા ખાતે મોટી સંખ્યામાં એકત્રિત થયેલી જનમેદનીએ રાષ્ટ્રીય એકતા માર્ચનું હર્ષભેર સ્વાગત કર્યું હતું.
આ પદયાત્રામાં રાજ્યસભા સાંસદ નરહરિ અમીન,સાંસદ શ્રી મિતેશ ભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હસમુખભાઈ પટેલ, જિલ્લા અગ્રણી સંજયભાઈ પટેલ,પોલીસ અધિક્ષક શ્રી જસાણી, અધિક નિવાસી કલેકટર શ્રી ઋતુરાજ દેસાઈ, પ્રાંત અધિકારી શ્રી અમિત પટેલ, ખંભાત ધારાસભ્યશ્રી ચિરાગભાઈ પટેલ,સંગઠનના અગ્રણીઓ તથા અનેક આગેવાનો સહિતના મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી પદયાત્રામાં જોડાયા હતાં.

સરદાર@૧૫૦ રાષ્ટ્રીય યુનિટી માર્ચ


સરદાર@૧૫૦ રાષ્ટ્રીય યુનિટી માર્ચ

સરદાર@૧૫૦ રાષ્ટ્રીય યુનિટી માર્ચ

સરદાર@૧૫૦ રાષ્ટ્રીય યુનિટી માર્ચ

સરદાર@૧૫૦ રાષ્ટ્રીય યુનિટી માર્ચ

સરદાર@૧૫૦ રાષ્ટ્રીય યુનિટી માર્ચ

સરદાર@૧૫૦ રાષ્ટ્રીય યુનિટી માર્ચ

સરદાર@૧૫૦ રાષ્ટ્રીય યુનિટી માર્ચ

સરદાર@૧૫૦ રાષ્ટ્રીય યુનિટી માર્ચ

સરદાર@૧૫૦ રાષ્ટ્રીય યુનિટી માર્ચ

સરદાર@૧૫૦ રાષ્ટ્રીય યુનિટી માર્ચ

સરદાર@૧૫૦ રાષ્ટ્રીય યુનિટી માર્ચ

સરદાર@૧૫૦ રાષ્ટ્રીય યુનિટી માર્ચ

સરદાર@૧૫૦ રાષ્ટ્રીય યુનિટી માર્ચ

સરદાર@૧૫૦ રાષ્ટ્રીય યુનિટી માર્ચ

સરદાર@૧૫૦ રાષ્ટ્રીય યુનિટી માર્ચ

સરદાર@૧૫૦ રાષ્ટ્રીય યુનિટી માર્ચ

સરદાર@૧૫૦ રાષ્ટ્રીય યુનિટી માર્ચ

સરદાર@૧૫૦ રાષ્ટ્રીય યુનિટી માર્ચ

સરદાર@૧૫૦ રાષ્ટ્રીય યુનિટી માર્ચ

સરદાર@૧૫૦ રાષ્ટ્રીય યુનિટી માર્ચ

સરદાર@૧૫૦ રાષ્ટ્રીય યુનિટી માર્ચ

સરદાર@૧૫૦ રાષ્ટ્રીય યુનિટી માર્ચ