માર્કેટ યાર્ડ બોરસદમાં ગોડાઉનના સમસ્યાનો અંત આવશે
Publish Date : 01/12/2025
ટૂંક સમયમાં ૫ હજાર મે.ટન ગોડાઉન તથા અન્ય શોપ કમ ગોડાઉન બનાવામાં આવશે
આણંદ, સોમવાર: માર્કેટ યાર્ડ બોસરદમાં ગોડાઉનના અભાવે વેપારીઓના અનાજ બગડવાના પ્રશ્નોના પ્રત્યુતરમાં સહકારી મંડળીઓના જિલ્લા રજીસ્ટ્રાર દ્વારા જણાવવામાં આવ્યું છે કે, બજાર સમિતિ બોરસદ દ્વારા ૫ હજાર મે.ટન ગોડાઉન બનાવવા માટે તેમજ અન્ય શોપ કમ ગોડાઉન બનાવવા માટે સહકારી મંડળીઓની કચેરી દ્વારા ઉચ્ચ કક્ષાએ જાણ કરીને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
વધુમાં , જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા જણાવવામાં આવ્યું છે કે, માર્કેટ યાર્ડ બોરસદમાં ગોડાઉનના સમસ્યાનો અંત આવશે. કારણ કે બહુ થોડા જ સમયમાં ૫ હજાર મે.ટન ગોડાઉન તથા અન્ય શોપ કમ ગોડાઉન બનાવામાં આવશે.જેનાથી ભવિષ્યમાં બજાર સમિતિમાં ખેડૂતો તેમજ વેપારીઓને માલ સંગ્રહ કરવા સુવિધા મળશે.