સરદાર@૧૫૦ : યુનિટી માર્ચ
Publish Date : 01/12/2025
ખંભાત વિધાનસભામાં એકતા પદયાત્રા યોજાઈ
નવયુવાનો સરદાર પટેલની જેમ નીડર અને હિંમતવાન બનીને દેશના વિકાસમાં યોગદાન આપવા ધારાસભ્ય શ્રી ચિરાગ પટેલનો અનુરોધ
ખંભાતના ગવારા ટાવરથી નગરાના નટેશ્વર તળાવ સુધી એકતા પદયાત્રા સપન્ન થઈ
આણંદ, શુક્રવાર: સરદાર પટેલની ૧૫૦મી જન્મજયંતિની ઉજવણી સમગ્ર દેશમાં કરવામાં આવી રહી છે, આ ઉજવણીના ઉપલક્ષ્યમાં સમગ્ર રાજ્યની સાથે આણંદ જિલ્લાના વિધાનસભા વિસ્તારોમાં એકતા પદયાત્રા યોજાઈ રહી છે. જે અન્વયે આણંદ જિલ્લાના ખંભાત વિધાનસભાની એકતા પદયાત્રા ધારાસભ્ય શ્રી ચિરાગ પટેલ તથા અન્ય મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાઈ હતી.
“જય સરદાર હિંદના સરદાર”ના નારા સાથે ખંભાતના ધારાસભ્યશ્રીએ પ્રાસંગિક ઉદ્દબોધન કરતાં જણાવ્યું હતું કે, સરદાર પટેલની ૧૫૦ મી જન્મજયંતિ સમગ્ર દેશમાં ઉજવાઈ રહી છે, ત્યારે રાજયની તમામ વિધાનસભાની સાથે ખંભાત વિધાનસભાની એકતા પદયાત્રા ગવારા ટાવરથી પ્રારંભ કરીને નટેશ્વર મહાદેવ મંદિરના પટ્ટાગણમાં સંપન્ન થઈ છે. તેમણે વધુમાં પદયાત્રામાં જોડાયેલ નગરજનોને પણ અભિનંદન પાઠવી આગામી તા. ૨૬ મી નવેમ્બરના રોજ કરમસદ થી કેવડિયા સુધી યોજાનાર રાષ્ટ્રીય એકતા પદયાત્રામાં ઉત્સાહભેર જોડાઈને સરદાર વલ્લભભાઈ પટેલના એકતા અને અખંડિતતા સંદેશને જન જન સુધી પહોંચાડવા માટે હાંકલ કરી હતી. તેમણે આ તકે યુવાઓને સરદાર પટેલ જેવા નીડર અને હિંમતવાન બનીને દેશના વિકાસમાં યોગદાન આપવા અનુરોધ કર્યો હતો.
તેમણે ખંભાત વિધાનસભાની એકતા પદયાત્રાના સુંદર આયોજન બદલ વહીવટી તંત્રના અધિકારીઓ તથા કર્મચારીઓને બિરદાવ્યા હતા.
આ કાર્યક્રમમાં જિલ્લા અગ્રણી સંજયભાઈ પટેલે તથા મુખ્ય વકતા શ્રી રાકેશભાઈ રાવ દ્વારા પણ સરદાર પટેલના દેશની આઝાદીમાં આપેલ યોગદાન તથા જીવનના લેખાજોખા વિશે લોકોને જાણકારી આપી હતી.
આ પ્રસંગે નેજા પ્રાથમિક શાળાની વિદ્યાર્થિનીઓએ સાંસ્કૃતિક કૃતિ રજુ કરી મહેમાનોનું સ્વાગત કર્યું હતું. તદુપરાંત ગોકુલધામ નાર બાળકોએ પણ સરદાર પટેલના જીવનને સ્પર્શતા નાટકની પ્રસ્તુતિ કરી હતી.
નટેશ્વર મહાદેવના પ્રાંગણમાં મિશન મંગલમ એન.આર.એલ.એમ. બહેનો દ્વારા બનાવેલ વિવિધ ચીજ વસ્તુઓના સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હતા. તદુપરાંત મહાનુભાવોએ સરદાર સ્મૃતિવનમાં વૃક્ષારોપણ કર્યું હતુ.
આ પ્રસંગે વિવિધ શાળાના વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર એનાયત કરાયું હતું તથા નગરા ગામના શહિદ સૈનિકના પત્નીને મહાનુભાવોના વરદહસ્તે પ્રમાણપત્ર એનાયત કરાયું હતું.
કાર્યક્રમના પ્રારંભમાં ખંભાતના મામલતદારશ્રી મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરીને એકતા પદયાત્રા રૂપરેખા આપી હતી.
પદયાત્રાના પ્રારંભમાં ધારાસભ્યશ્રી સહિતના મહાનુભાવોએ સરદાર પટેલની પ્રતિમાને સુતરની આંટી તથા ફૂલહાર પહેરાવીને ભાવાંજલિ આપી હતી, ત્યારબાદ પદયાત્રાને ફ્લેગ ઓફ કરાયો હતો, તથા કાર્યક્રમ અંતે સ્વદેશીના શપથ લેવામાં આવ્યા હતા.
આ પદયાત્રામાં પ્રાંત અધિકારીશ્રી કુંજલ શાહ, નાયબ પોલીસ અધિક્ષકશ્રી કુંપાવત, ખંભાત નગર પાલિકાના પ્રમુખશ્રી, સભ્યો, તાલુકાના અધિકારીઓ તથા કર્મચારીઓ, એ.પી.એમ.સી.ના ચેરમેન, નગરા ગામના સરપંચ, વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના શિક્ષકો તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.


સરદાર@૧૫૦ : યુનિટી માર્ચ

સરદાર@૧૫૦ : યુનિટી માર્ચ

સરદાર@૧૫૦ : યુનિટી માર્ચ

સરદાર@૧૫૦ : યુનિટી માર્ચ

સરદાર@૧૫૦ : યુનિટી માર્ચ

સરદાર@૧૫૦ : યુનિટી માર્ચ

સરદાર@૧૫૦ : યુનિટી માર્ચ

સરદાર@૧૫૦ : યુનિટી માર્ચ

સરદાર@૧૫૦ : યુનિટી માર્ચ

સરદાર@૧૫૦ : યુનિટી માર્ચ

સરદાર@૧૫૦ : યુનિટી માર્ચ

સરદાર@૧૫૦ : યુનિટી માર્ચ

સરદાર@૧૫૦ : યુનિટી માર્ચ

સરદાર@૧૫૦ : યુનિટી માર્ચ

સરદાર@૧૫૦ : યુનિટી માર્ચ