કરમસદ આણંદ મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગ દ્વારા ગુજરાતી ચોક વિસ્તારના જાહેર રસ્તા ઉપરના દબાણ દૂર કરાયા
Publish Date : 01/12/2025
આણંદ, ગુરૂવાર: કરમસદ આણંદ મહાનગરપાલિકાના કમિશનર શ્રી ના માર્ગદર્શન હેઠળ મનપાની ટીમ દ્વારા મહાનગરપાલિકા વિસ્તારના ગુજરાતી ચોક ખાતે થી ખાટકી વાડ સુધી જાહેર વૉક વે ઉપર કાચા પાકા પથ્થર મૂકી લીલી નેટ બાંધી લોકોને અડચણરૂપ થાય તે રીતે ઉભા કરવામાં આવેલ દબાણો દૂર કરવામાં આવ્યા છે.
મનપાના એસ્ટેટ ઇન્સ્પેક્ટર શ્રી પરેશભાઈ મિસ્ત્રીના જણાવ્યા મુજબ ખાટકીવાડ થી ગુજરાતી ચોક સુધી નાના મોટા કાચા પાકા દબાણો દૂર કરીને રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો છે તથા દબાણો દૂર કરતા એક ટ્રેક્ટર ભરીને માલ સામાન જપ્ત કરવામાં આવ્યો છે.
મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગની ટીમ
દ્વારા મહાનગરપાલિકા વિસ્તારમાં જાહેર માર્ગ ઉપર વેચાણ માટે બેસતા લોકો દ્વારા નગરજનોને અડચણરૂપ થાય તે રીતે પોતાનો સામાન મૂકીને વ્યાપાર ધંધો કરવામાં આવે છે જે ન કરવા માટે ખાસ અપીલ કરવામાં આવે છે અન્યથા આવા લોકો સામે કાયદાની જોગવાઈને આધિન કાર્યવાહી કરવામાં આવશે.