Close

સરદાર @૧૫૦: એકતા પદયાત્રા

Publish Date : 26/11/2025

આંકલાવ તાલુકામાં સાંસદશ્રી મિતેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં એકતા પદયાત્રા યોજાઈ

સરદાર પટેલે દેશ માટે જોયેલા સ્વપ્નને પ્રધાનમંત્રીશ્રી સાકાર કરી રહ્યા છે: સાંસદશ્રી

વાસદ ગામથી  પ્રારંભ થયેલ એકતા પદયાત્રાનું એસ.વી.આઈ.ટી કેમ્પસ ખાતે  સમાપન

આણંદ,મંગળવાર: સરદાર પટેલની ૧૫૦ મી જન્મજયંતિના અવસરે રાજ્યની તમામ વિધાનસભા મત વિસ્તારમાં એકતા પદયાત્રા યોજાઈ રહી છે. ત્યારે આણંદ જિલ્લાના આંકલાવ વિધાનસભા મત વિસ્તારમાં સાંસદ શ્રી મિતેશભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં વાસદ ગામથી એસ.વી.આઈ.ટી.કેમ્પસ સુધી એકતા પદયાત્રા યોજાઈ હતી.

સાંસદશ્રીએ પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ સરદાર વલ્લભભાઇ પટેલની ૧૫૦ મી જન્મજયંતિના અવસરે સમગ્ર દેશમાં એકતા પદયાત્રા યોજાઈ રહી છે.જે અન્વયે ગુજરાત રાજયની તમામ વિધાનસભા મત વિસ્તારમાં એકતા પદ યાત્રા યોજાઈ રહી છે.સરદાર વલ્લભભાઈ પટેલની કર્મભૂમિ એવા આણંદ જિલ્લામાં પણ આજે આંકલાવ વિધાનસભા મત વિસ્તારમાં   એકતા પદયાત્રાનું આયોજન કરાયું હતું.વાસદ ગામથી શરૂ થઇને એસ.વી.આઈ.ટી કૉલેજ કેમ્પસ ખાતે ૫.૫ કિલોમીટર જેટલા અંતરની એકતા પદયાત્રા યોજાઈ હતી.

એકતા પદયાત્રા યોજવાના ઉદ્દેશ્ય સમજાવતા સાંસદશ્રીએ જણાવ્યું હતું કે,સરદાર પટેલના દેશની આઝાદી માટે આપેલ યોગદાનને આજની યુવા પેઢી વિસરી ન જાય તેમજ ૫૬૨ રજવાડાઓ એકત્ર કરીને ભારત દેશને અખંડ બનાવવાના ભગીરથ કાર્યને લોકો યાદ કરે તે માટે એકતા પદયાત્રા થકી જન જન સુધી પહોંચાડવાનો સ્તુત્ય પ્રયાસ કરવામાં આવ્યો છે.

સાંસદશ્રીએ ઉમેરતા જણાવ્યું હતું કે,સરદાર પટેલે  દેશની  આઝાદી માટે અથાક કાર્યો  કર્યા છે,તેમાંથી પ્રેરણા લઈને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ દેશને એક તાંતણે જોડવાનો પ્રયત્નો કર્યા છે.જેના અનુસંધાનમાં દેશની ધરોહર એવા આપણા સાંસ્કૃતિક વારસાના જતન  માટે પણ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી છેલ્લા એક દાયકાથી કાર્યરત છે,તેમ સાંસદશ્રીએ ગૌરવભેર જણાવ્યું હતું.

સાવલી કોલેજના ચેરમેન શ્રી ધર્મેન્દ્રભાઈ પંડ્યાએ પણ સરદાર વલ્લભભાઈ પટેલ વિશે વિસ્તૃત જાણકારી ઉપસ્થિતોને પૂરી પાડીને સરદાર પટેલના આઝાદીમાં યોગદાન તથા અખંડ ભારત બનાવવાના પ્રયત્નો પર પ્રકાશ પાડ્યો હતો.

આ પ્રસંગે મહાનુભાવોના વરદહસ્તે શૈક્ષણિક વર્ષમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વિધાર્થીઓને પ્રમાણપત્ર આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા , તદ ઉપરાંત રમત ગમત ક્ષેત્રે ઉત્કૃષ્ઠ પ્રદાન કરનાર રમતવીરોને પણ પ્રમાણપત્ર આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

અત્રે નોંધનીય છે કે,એકતા પદયાત્રાના અવસરે નિવૃત સૈનિક એવા મહીડા દિલીપસિંહ તથા નરેન્દ્ર સિંહ પરમારનું પણ સાંસદશ્રીએ બહુમાન કર્યું હતું.

પદયાત્રાના પ્રારંભમાં સાંસદશ્રી સહિતના મહાનુભાવોએ વાસદ ગામમાં આવેલ  સરદાર પટેલની અર્ધપ્રતિભાને સુતરની આંટી તથા ફૂલહાર પહેરાવીને ભાવાંજલિ આપીને પદયાત્રાને ફ્લેગ ઓફ કરાયો હતો તથા કાર્યક્રમ અંતે  સ્વદેશીના શપથ લેવામાં આવ્યા હતા.

આ સમયે મહાનુભાવોએ એસ.વી આઈ ટી. કેમ્પસની  પ્રાંગણની બાજુમાં ઊભા કરાયેલ સરદાર સ્મૃતિ વનમાં વૃક્ષારોપણ કર્યું હતું.

આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હસમુખભાઈ પટેલ,આણંદ પ્રાંત અધિકારી શ્રી મયુર પરમાર, એસ.વી.આઈ

ટી.ના ચેરમેન શ્રી ભાસ્કરભાઈ ,જિલ્લા પંચાયત ના સદસ્યો,આરોગ્ય કર્મીઓ,વન કર્મીઓ,એન.એસ.એસ. તથા માય ભારતના વિદ્યાર્થીઓ તથા મોટી સંખ્યામાં નગરજનો પદયાત્રામાં જોડાયા હતા.

 

સરદાર @૧૫૦: એકતા પદયાત્રા

સરદાર @૧૫૦: એકતા પદયાત્રા

સરદાર @૧૫૦: એકતા પદયાત્રા

સરદાર @૧૫૦: એકતા પદયાત્રા

સરદાર @૧૫૦: એકતા પદયાત્રા

સરદાર @૧૫૦: એકતા પદયાત્રા

સરદાર @૧૫૦: એકતા પદયાત્રા

સરદાર @૧૫૦: એકતા પદયાત્રા

સરદાર @૧૫૦: એકતા પદયાત્રા

સરદાર @૧૫૦: એકતા પદયાત્રા

સરદાર @૧૫૦: એકતા પદયાત્રા

સરદાર @૧૫૦: એકતા પદયાત્રા

સરદાર @૧૫૦: એકતા પદયાત્રા

સરદાર @૧૫૦: એકતા પદયાત્રા

સરદાર @૧૫૦: એકતા પદયાત્રા

સરદાર @૧૫૦: એકતા પદયાત્રા

સરદાર @૧૫૦: એકતા પદયાત્રા