Close

આણંદ આરટીઓ કચેરી દ્વારા મોટરીંગ પબ્લીકની સગવડતા માટે પસંદગી નંબરનું ઓનલાઇન REAUCTION શરૂ કરવામાં આવ્યું

Publish Date : 26/11/2025

પસંદગીના નંબર મેળવવા ઓનલાઇન http://parivahan.gov.in/fancy વેબ લિંક પરથી AUCTION માં ભાગ લઇ શકશે

આણંદ, સોમવાર: એ.આર.ટી.ઓ.કચેરી, આણંદ દ્વારા મોટરીંગ પબ્લીકની સગવડતા માટે પસંદગી નંબરનું ઓનલાઇન  REAUCTION શરૂ કરવામાં આવેલ છે. જેમાં M/CYCLE ની GJ23- CA થી CJ શરૂ કરવામાં આવી છે.

3W- પેસેન્જર તેમજ ગુડ્ઝ પ્રકારના વાહન માટે GJ-23-AU,AY,AX અને GJ-23-AW,AT,AY સીરીઝ શરૂ કરવામાં આવી છે.

પસદગી નંબર મેળવવાની ઇચ્છા ધરાવનાર વાહન માલીકોએ તેઓના વાહનની રજીસ્ટ્રેશન ફી ભરપાઈ કર્યા પછી ઓનલાઇન http://parivahan.gov.in/fancy વેબ લિંક પરથી AUCTION માં ભાગ લઇ શકશે.

તા.૨૨/૧૧/૨૦૨૫ સમય 4:00 PM થી તા.૨૪/૧૧/૨૦૨૫ સમય 4:00 PM સુધી AUCTION માટે રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે અને એપ્લીકેશન કરવાની રહેશે.

તા.૨૪/૧૧/૨૦૨૫ સમય 4:00 PM થી તા.૨૬/૧૧/૨૦૨૫ સમય 4:00 PM ના રોજ AUCTION નું Bidding કરવાનું રહેશે.

વાહનના સેલ લેટરમાં સેલ તારીખ થી ૬૦ દિવસની અંદરના જ અરજદારો હરાજીમાં ભાગ લેવા અરજી કરી શકશે. સમય બહારની અરજીઓ રદ કરવામાં આવશે. જે અરજદારે ખરીદી સમયથી સાત (૦૭) દિવસની અંદર CNA ફોર્મ ભરેલ હશે તેવા જ અરજદારો AUCTION માં ભાગ લઇ શકાશે, તેમ

સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી, આણંદ દ્વારા જણાવવામાં આવ્યું છે.