Close

સરદાર @૧૫૦ : યુનિટી માર્ચ

Publish Date : 26/11/2025

સોજીત્રા વિધાનસભા વિસ્તારમાં યોજાઇ એકતા પદયાત્રા

સાંસદશ્રી તથા સોજીત્રા ધારાસભ્ય સહિતના મહાનુભાવોએ ફ્લેગ ઓફ કરીને એકતા પદયાત્રાનો પ્રારંભ કરાવ્યો

તારાપુર નગરપાલિકાથી પ્રારંભ થયેલ એકતા પદયાત્રાનું પલોલ સ્થિત સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે થયું સમાપન

આણંદ,રવિવાર: સરદાર પટેલની ૧૫૦ મી જન્મજયંતિના અવસરે સમગ્ર રાજ્યના વિધાનસભા વિસ્તારોમાં એકતા પદયાત્રા યોજાઇ રહી છે, જેના ભાગરૂપે આણંદ જિલ્લાના સોજીત્રા વિધાનસભા વિસ્તારમાં એકતા પદયાત્રા યોજાઇ હતી.

આણંદ જિલ્લાના સોજીત્રા વિધાનસભા વિસ્તારમાં યોજાયેલી આ એકતા પદયાત્રાને સાંસદ શ્રી મિતેશભાઈ પટેલ તથા સોજીત્રાના ધારાસભ્ય શ્રી વિપુલભાઈ પટેલ સહિતના મહાનુભાવો ફ્લેગ ઓફ દ્વારા પ્રસ્થાન કરાવ્યું હતું.તારાપુર નગરપાલિકાથી પ્રારંભ થયેલ આ એકતા પદયાત્રાનું પલોલ સ્થિત સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે  સમાપન થયું હતું .

આ પ્રસંગે સાંસદશ્રી મિતેશભાઈ પટેલે પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે, સ્વતંત્ર ભારતના પહેલા નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિના ૧૫૦ વર્ષ થવા જઈ રહ્યા છે, ત્યારે તેમણે દેશને આપેલ એકતા અને અખંડિતતાના સંદેશને  જન જન સુધી પહોંચાડવા આગામી તારીખ ૨૬ નવેમ્બરના રોજ કરમસદ થી કેવડિયા સુધીની રાષ્ટ્રીય એકતા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત પ્રત્યેક વિધાનસભા વિસ્તારોમાં પણ એક- એક પદયાત્રા યોજાઈ રહી છે.

આણંદ જિલ્લાના વિધાનસભાની આ સૌ પ્રથમ એકતા પદયાત્રા આજે સોજીત્રા વિધાનસભાના તારાપુર ખાતેથી યોજાય છે, તેમ જણાવી તેમણે આ એકતા પદયાત્રામાં વિધાનસભા વિસ્તારના લોકો મોટી સંખ્યામાં એકત્ર થઈને પદયાત્રામાં જોડાઈને સરદાર પટેલની સાચા અર્થમાં ભાવાંજલિ અર્પણ કરી છે, તેમ તેમણે સગૌરવ જણાવ્યું હતું.

સોજીત્રાના ધારાસભ્ય શ્રી વિપુલભાઈ પટેલે પદયાત્રીઓને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, સરદાર પટેલની ૧૫૦ મી જન્મજયંતિના અવસરે સૌ પ્રથમ એકતા પદયાત્રા યોજાઈ છે, જેમાં મોટી સંખ્યામાં જનમેદની જોડાઈ એ જ પનોતા પુત્ર સરદાર વલ્લભભાઈ પટેલ પ્રત્યેનો લોકોનો સ્નેહ દેખાઈ રહ્યો છે.

અગ્રણી શ્રી શબ્દશરણ બ્રભભટ્ટ  તથા ગોકુલધામ નારના  સ્વામીશ્રીએ પણ  પ્રાસંગિક પ્રવચન કર્યું હતું.

આ વેળાએ સોજીત્રાના વિધાનસભાના વ્યક્તિ વિશેષ તેમજ શાળામાં સરદાર પટેલ પરની વિવિધ સ્પર્ધાઓમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને પારિતોષિક એનાયત કરાયું હતું.

પદયાત્રાના પ્રારંભમાં મહાનુભાવો સરદાર પટેલની પ્રતિમાને સુતરની આંટી તથા ફૂલહાર પહેરાવીને ભાવાંજલિ આપી હતી, તથા ઉપસ્થિત મહાનુભાવો તથા નાગરિકોએ  સ્વદેશીના સપથ લીધા હતા., કાર્યક્રમ અંતે સોજીત્રા ધારાસભ્યશ્રી સહિતના મહાનુભાવોએ સરદાર સ્મૃતિ વનમાં વૃક્ષારોપણ કર્યું હતું.

આ પદયાત્રામાં પેટલાદ મદદનીશ કલેટર હિરેન બારોટ, પ્રાંત અધિકારી શ્રી કુંજલ શાહ, જિલ્લા અગ્રણી સંજયભાઈ પટેલ, સંગઠનના અગ્રણીઓ તથા તારાપુર નગરપાલિકાના અધિકારીઓ કર્મચારીઓ તથા પોલીસ કર્મીઓ તથા આરોગ્યની ટીમ સહીત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યાં હતાં.

સરદાર @૧૫૦ : યુનિટી માર્ચ

સરદાર @૧૫૦ : યુનિટી માર્ચ

સરદાર @૧૫૦ : યુનિટી માર્ચ

સરદાર @૧૫૦ : યુનિટી માર્ચ

સરદાર @૧૫૦ : યુનિટી માર્ચ

સરદાર @૧૫૦ : યુનિટી માર્ચ

સરદાર @૧૫૦ : યુનિટી માર્ચ

સરદાર @૧૫૦ : યુનિટી માર્ચ

સરદાર @૧૫૦ : યુનિટી માર્ચ

સરદાર @૧૫૦ : યુનિટી માર્ચ

સરદાર @૧૫૦ : યુનિટી માર્ચ

સરદાર @૧૫૦ : યુનિટી માર્ચ

સરદાર @૧૫૦ : યુનિટી માર્ચ

સરદાર @૧૫૦ : યુનિટી માર્ચ

સરદાર @૧૫૦ : યુનિટી માર્ચ

સરદાર @૧૫૦ : યુનિટી માર્ચ

સરદાર @૧૫૦ : યુનિટી માર્ચ

સરદાર @૧૫૦ : યુનિટી માર્ચ

સરદાર @૧૫૦ : યુનિટી માર્ચ

સરદાર @૧૫૦ : યુનિટી માર્ચ

સરદાર @૧૫૦ : યુનિટી માર્ચ

સરદાર @૧૫૦ : યુનિટી માર્ચ

સરદાર @૧૫૦ : યુનિટી માર્ચ

સરદાર @૧૫૦ : યુનિટી માર્ચ

સરદાર @૧૫૦ : યુનિટી માર્ચ

સરદાર @૧૫૦ : યુનિટી માર્ચ

સરદાર @૧૫૦ : યુનિટી માર્ચ

સરદાર @૧૫૦ : યુનિટી માર્ચ

સરદાર @૧૫૦ : યુનિટી માર્ચ

સરદાર @૧૫૦ : યુનિટી માર્ચ

સરદાર @૧૫૦ : યુનિટી માર્ચ