Close

આણંદ શહેરી વિસ્તારમાં SIR ની કામગીરી માટે રાત્રી કેમ્પનું આયોજન

Publish Date : 13/11/2025

તા.૧૪ નવેમ્બરના રોજ આણંદ શહેરની વિવિધ ૧૯ શાળાઓ/ સંસ્થાઓ ખાતે રાત્રિ કેમ્પ યોજાશે

આણંદ, ગુરૂવાર : આણંદ જિલ્લામાં જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ મતદાર યાદી ખાસ સુધારણા ઝુંબેશ (SIR) નો પ્રારંભ કરવામાં આવ્યો છે. તા. ૪ ડિસેમ્બર સુધી આણંદ જિલ્લામાં બુથ લેવલ ઓફિસર દ્વારા ડોર ટુ ડોર મતદાર યાદી સુધારણાની કામગીરી હાથ ધરી મતદારોને ફોર્મનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.

આણંદ જિલ્લામાં તા. ૦૪ નવેમ્બરથી હાથ ધરાયેલ આ મતદાર યાદી ખાસ સુધારણા કાર્યક્રમ અંતર્ગત આણંદના મદદનીશ મતદાર નોંધણી અધિકારી 112 આણંદ વિધાનસભા મતદાર વિભાગ અને મામલતદાર આણંદ શહેર દ્વારા તેમના વિસ્તારમાં 19 જેટલી સંસ્થાઓ ખાતે તારીખ 14 મી નવેમ્બર શુક્રવારના રોજ સાંજે ૭-૦૦ કલાકથી રાત્રિ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

આ કેમ્પમાં જે મતદારોને હજી સુધી ફોર્મ મળ્યા નથી તેઓ ફોર્મ મેળવી શકશે. જેમને ફોર્મ મળી ગયા છે તેઓ પરત જમા કરાવી શકશે અને જેમને ફોર્મ ભરવામાં કોઈપણ પ્રકારની તકલીફ હોય તે લોકો આ રાત્રી કેમ્પનો લાભ લઈને તેઓને સ્થળ ઉપર જ ફોર્મ ભરી આપવામાં આવશે.

આણંદ શહેરી વિસ્તારમાં મ્યુનિસિપલ શાળા નંબર 25, રોયલ પ્લાઝા પાસે, આણંદ, મદ્રેસા સ્કૂલ, ભાલેજ રોડ આણંદ, સેન્ટ ઝેવિયર્સ હાઇસ્કુલ, ગામડી, પાયોનીયર હાઇસ્કુલ, શીખોડ તલાવ, મ્યુનિસિપલ પ્રાથમિક શાળા, આણંદ, કોમર્સ કોલેજ, આણંદ, કન્યાશાળા, રણછોડજી મંદિર પાછળ, આણંદ, ડી.એન. હાઇસ્કુલ, સ્ટેશન રોડ, આણંદ, મ્યુનિસિપલ પ્રાથમિક શાળા, રૂપાપુરા, મ્યુનિસિપલ પ્રાથમિક શાળા, રાજશ્રી સિનેમા પાસે, આણંદ, સરદાર પટેલ હાઇસ્કુલ, જાગનાથ મહાદેવ મંદિર પાસે, આણંદ, ડી. ઝેડ. હાઇસ્કુલ, આણંદ, નગર પ્રાથમિક શાળા નંબર 13, પોલીસ પરેડ ગ્રાઉન્ડ પાસે, જાગનાથ રોડ, આણંદ, નગર પ્રાથમિક શાળા મંગળપુરા, આણંદ, સેન્ટ જોસેફ હાઇસ્કુલ, લોટીયા ભાગોળ, આણંદ, જી.એસ.ટી. ભવન, જુની શાકમાર્કેટ પાસે, આણંદ, માનવ રશ્મી પ્રાથમિક શાળા નંબર 10, સાંગોડપુરા, આણંદ, નગર પ્રાથમિક શાળા, સાગર સોસાયટી, આણંદ અને એન. એસ. પટેલ આર્ટસ કોલેજ, આણંદ ખાતે મતદારોને ફોર્મ ભરવામાં કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તે માટે ખાસ રાત્રી કેમ્પ યોજવામાં આવ્યો છે.

આ રાત્રિ કેમ્પનો લાભ મેળવીને આણંદ શહેરી વિસ્તારના મતદારો પોતાનું ફોર્મ વહેલી તકે જમા કરાવી શકશે, જેનો લાભ લેવા માટે મામલતદાર શહેર દ્વારા ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે.