Close

ચિખોદરા ચોકડીથી સારસા ચોકડી સુધીનો નવો રસ્તો બનાવવાનું કામ શરૂ

Publish Date : 13/11/2025

આણંદ, ગુરૂવાર: આણંદ જિલ્લામાં થયેલ ભારે વરસાદને કારણે જે રસ્તાઓ ખરાબ થયેલા હતા તેને રીસરફેસિંગ, પેચ વર્ક, નવા બનાવવાની કામગીરી હાલ ઝડપભેર થઈ રહી છે.

આ કામગીરી અંતર્ગત ચીખોદરા ચોકડી થી સારસા ચોકડી સુધીનો અંદાજિત ૦૯ કિલોમીટર સુધીનો નવો રસ્તો બનાવવા માટે નો વર્ક ઓર્ડર આપવામાં આવ્યો છે અને હાલમાં સફાઈ અને સોલ્ડર નું કામ શરૂ કરવામાં આવ્યુ છે.

ચિખોદરા ચોકડી થી સારસા ચોકડી સુધી અંદાજિત રૂપિયા ૦૯ કરોડના ખર્ચે નવો રસ્તો તૈયાર કરવામાં આવશે. જેમાં એક્સપ્રેસ હાઈવે ઉપર સીસી રોડ સહિત નવો બનાવવામાં આવશે.

આ રસ્તો તૈયાર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે, જે સમય મર્યાદામાં પૂર્ણ કરવામાં આવશે. જેથી આ રસ્તા ઉપર થી પસાર થતા વાહન ચાલકોને નવો રોડ બનવાથી રાહત થશે, તેમ માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર શ્રી હિતેશભાઈ ગઢવી એ જણાવ્યું છે.