Close

મતદાર યાદી સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત પ્રત્યેક વિધાનસભા વિસ્તારમાં કંટ્રોલરૂમ કાર્યરત

Publish Date : 12/11/2025

જિલ્લાના  મતદારોને મતદાર સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત ઉદભવતા પ્રશ્નોનું થશે સમાધાન

આણંદ,બુધવાર: ભારતના ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદી સઘન સુધારણા કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે, જે અન્વયે ગુજરાતમાં પણ મતદાર યાદી સઘન સુધારણા કાર્યક્રમનો પ્રારંભ થયો છે.

આણંદ જિલ્લામાં જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવેલ મતદાર યાદી સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત જિલ્લાના મતદારોને આ પ્રક્રિયામાં ઉદભવતા પ્રશ્નોના સમાધાન માટે આણંદ જિલ્લાના વિવિધ વિધાનસભા વિસ્તારમાં કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યા છે. જેના સરનામાં તથા સંપર્ક નંબર જાહેર કરવામાં આવ્યા છે.

વિધાનસભા મુજબ કાર્યરત કરાયેલ કંટ્રોલ રૂમમાં નાયબ મમતલદાર તથા ક્લાર્ક કક્ષાના કર્મીઓ મતદાર યાદી સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત લોકોના પ્રશ્નો મૂંઝવણો સંદર્ભે માર્ગદર્શન પૂરું પાડશે.

આણંદ જિલ્લાના વિધાનસભા વિસ્તારમાં કાર્યરત કરાયેલ કંટ્રોલરૂમ ની વિગત જોઈએ તો, ૧૦૮- ખંભાત વિધાનસભામાં ખંભાત મામલતદાર કચેરીના મહેસુલ શાખા ખાતે (સંપર્ક નંબર: 02698- 2213 43), ૧૦૯- બોરસદ વિધાનસભામાં બોરસદ મામલતદાર કચેરી ખાતે (સંપર્ક નંબર: 02696- 220048), ૧૧૦- આંકલાવ વિધાનસભામાં મામલતદાર કચેરી આંકલાવ ખાતે, (સંપર્ક નંબર- 02696- 282322), ૧૧૧- ઉમરેઠમાં જિલ્લા પુરવઠા અધિકારીની કચેરી,આણંદ ખાતે (સંપર્ક નંબર- 02692- 263620), ૧૧૨- આણંદ વિધાનસભામાં પ્રાંત કચેરી, આણંદ ખાતે (સંપર્ક નંબર 02692- 264045), ૧૧૩- પેટલાદ વિધાનસભામાં પ્રાંત કચેરી પેટલાદ ખાતે (સંપર્ક નંબર: 02697- 224953) તથા ૧૧૪- સોજીત્રામાં નાયબ કલેકટર સ્ટેમ્પ ડ્યુટીની કચેરી, આણંદ ખાતે (સંપર્ક નંબર 02692 261470) કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યા છે.

આ ઉપરાંત આણંદ જિલ્લા સેવા સદન, ગ્રાઉન્ડ ફલોર પર આવેલ હેલ્પ ડેસ્ક ખાતે શ્રી કિરણકુમાર પી. જાદવનો સંપર્ક કરી જિલ્લાના નાગરિકો મતદાર યાદી સઘન સુધારણા સંબંધિત માહિતી રૂબરૂ અથવા ટોલ ફ્રી નંબર -૧૯૫૦ પરથી મેળવી શકે છે.