Close

આણંદ ખાતે યોજાનાર જિલ્લા સ્વાગત કાર્યક્રમની તારીખમાં ફેરફાર

Publish Date : 11/11/2025

જિલ્લા સ્વાગત કાર્યક્રમ તા. ૨૭ મી નવેમ્બરના બદલે તા. ૨૦ મી નવેમ્બરના રોજ યોજાશે

આણંદ, મંગળવાર: આણંદ જિલ્લાનો જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ તા.૨૭/૧૧/૨૦૨૫ ને ગુરૂવારના રોજ સવારે ૧૧-૦૦ કલાકે  કોન્ફરન્સ હોલ, કલેક્ટર કચેરી,આણંદ ખાતે યોજાનાર હતો. જેની તારીખમાં ફેરફાર થયો છે તે મુજબ હવે આ કાર્યક્રમ તારીખ ૨૦ મી નવેમ્બરના ગુરૂવારના રોજ કલેક્ટર કચેરી, આણંદ ખાતે સવારે ૧૧-૦૦ કલાકે યોજાશે.

જે અરજદારોના પ્રશ્નો જિલ્લા કક્ષાના ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં લેવામાં આવ્યા હોય તે અરજદારો તા.૨૦/૧૧/૨૦૨૫ ના ગુરૂવારના રોજ સવારે ૧૦-૦૦ કલાકે કોન્ફરન્સ હોલ, પહેલો માળ, કલેકટર કચેરી, આણંદ ખાતે રૂબરૂ  હાજર રહેવા નિવાસી અધિક કલેકટરશ્રી, આણંદ દ્વારા  જણાવાયું છે.