Close

આણંદ જિલ્લામાં વરસાદના કારણે ખરાબ થયેલ  રસ્તાઓનું દુરસ્તી કામ શરૂ

Publish Date : 11/11/2025

ખરાબ થયેલા રસ્તાઓ ઉપર હોટ મિક્ષ પેચ વર્ક પેવર પટ્ટાથી રસ્તાઓ મોટરેબલ બનાવાયા

આણંદ, મંગળવાર: આણંદ જિલ્લામાં રાજ્ય અને પંચાયત હસ્તકના રસ્તાઓ વરસાદને કારણે ખરાબ થયા હતા.

માર્ગ અને મકાન વિભાગ, રાજ્ય અને પંચાયત હસ્તકના રસ્તાઓ ઉપર પડેલા ખાડાઓનું પુરાણ કરીને દુરસ્તી કામ કરીને  હોટ મિક્ષ પેચ વર્ક પેવર પટ્ટાથી રસ્તાઓ મોટરેબલ બનાવવામાં આવી રહ્યાં છે.

માર્ગ અને મકાન વિભાગ રાજ્ય અને જિલ્લા પંચાયતના કાર્યપાલક ઇજનેર શ્રી હિતેશ ગઢવીના જણાવ્યા મુજબ આણંદ જિલ્લામાં ભારે વરસાદથી ખરાબ થયેલ રસ્તાઓ મોટરેબલ બનાવવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે, જે અંતર્ગત રોડ ઉપર હોટ મિક્સ પેચ વર્ક, પેવર પટ્ટાની કામગીરી હાથ ધરવામાં આવી છે તથા રસ્તાઓની આજુબાજુ ઊગી નીકળેલ ઝાડી જાખરા નું કટીંગ કરીને પેવર વર્કનું કામ કરી રસ્તાઓ તૈયાર કરવામાં આવી રહ્યા છે.

આ રસ્તાઓમાં પેટલાદ શહેરી વિસ્તારના રોડ,  બોરસદ ભાદરણ કિંખલોડ ગંભીરા રોડ, અહીંમાં મેઇન રોડ, આણંદ સોજીત્રા રોડ, બોરસદ સેક્શન, ખંભાત શહેરી વિસ્તાર, આણંદ નવલી ઉમેટા રોડ

ઉપર હોટ મિક્સ પેચ વર્ક અને પેવર પટ્ટા નું કામ કરવામાં આવી રહ્યું છે.

આ ઉપરાંત આણંદ જિલ્લામાં ભારે વરસાદને કારણે ખરાબ થયેલ રસ્તાઓ પેચવર્ક કામ કરીને મોટરેબલ બનાવવામાં આવ્યા છે. માર્ગ અને મકાન વિભાગ ની ટીમ દ્વારા દરરોજ અલગ અલગ રસ્તાઓ કે જે ભારે વરસાદને કારણે ખરાબ થયેલ છે તેની ઉપર હોટ મિક્સ પેચ વર્ક કરીને મોટરેબલ બનાવવામાં આવી રહ્યા છે.

આ ઉપરાંત આણંદ જિલ્લામાં ગ્રામ્ય અને હાઇવે ના રસ્તાઓ ઉપર હોટ મિક્સ પેચ વર્ક પેવર પટ્ટાનું કામ યુદ્ધના ધોરણે કરવામાં આવી રહ્યું છે. માર્ગ અને મકાન વિભાગની ટીમ દ્વારા જિલ્લાના તમામ રસ્તાઓ મોટરેબલ બનાવવાની કામગીરી ઝડપભેર પૂર્ણ કરવામાં આવશે તેમ કાર્યપાલક ઇજનેરશ્રી હિતેશભાઈ ગઢવી એ વધુમાં જણાવ્યું છે.