Close

વિકાસ સપ્તાહ – 2025

Publish Date : 14/10/2025

આણંદ ખાતે તા.૧૫ ઓક્ટોબર ના રોજ વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ, ખાતમુહૂર્ત અને આણંદ શોપિંગ ફેસ્ટિવલ નું ઉદઘાટન કરાશે

આણંદ, મંગળવાર: આણંદ જિલ્લામાં વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. ૨૪ વર્ષ જન વિશ્વાસ, સેવા અને સમર્પણના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા તારીખ ૭ મી ઓક્ટોબરથી તા.૧૫ મી ઓક્ટોબર સુધી વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે.

આણંદ જિલ્લામાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિકાસ સપ્તાહ ની ઉજવણી અંતર્ગત આજે તારીખ ૧૫ મી ઓક્ટોબર બુધવારના રોજ સવારે ૧૦-૦૦ કલાકે ધીરજલાલ જે. શાહ ટાઉનહોલ, આણંદ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી હસમુખભાઈ પટેલની અધ્યક્ષતામાં વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત તથા કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા આયોજિત આણંદ શોપિંગ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન કાર્યક્રમ યોજાશે.

આ કાર્યક્રમમાં સાંસદ શ્રી મિતેશભાઇ પટેલ, આણંદ જિલ્લાના ધારાસભ્યશ્રીઓ સહિત પદાધિકારીઓ, અધિકારીઓ અને મોટી સંખ્યામાં નગરજનો હાજર રહેશે.

વિકાસ સપ્તાહ - 2025