તા.૩ ઓક્ટોબર ના રોજ જનરલ હોસ્પિટલ આણંદ ખાતે આઇડીબીઆઇ બેન્કના સહયોગથી મળેલ આધુનિક ઉપકરણોનું લોકાર્પણ કરાશે
Publish Date : 01/10/2025
આણંદ, બુધવાર: જનરલ હોસ્પિટલ આણંદ ખાતે આગામી તારીખ ૦૩ જી ઓક્ટોબર ના રોજ સવારે ૧૦-૦૦ કલાકે આઇડીબીઆઇ બેન્કના સી એસ આર ફંડ માંથી હોસ્પિટલ ને એડવાન્સ ડાયગ્નોસ્ટિક અને ક્રિટિકલ કેર ઇક્વિપમેન્ટ ફાળવવામાં આવ્યા છે જેનું લોકાર્પણ આણંદના સાંસદ શ્રી મિતેશભાઇ પટેલ અને આણંદના ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલના હસ્તે કરવામાં આવનાર છે.
જનરલ હોસ્પિટલ આણંદના સિવિલ સર્જન ડોક્ટર અમર પંડ્યા એ જણાવ્યું છે કે આઈડીબીઆઇ બેન્કના અધિકારીઓએ તેમનું સીએસઆર ફંડ જનરલ હોસ્પિટલ ખાતે આધુનિક ઉપકરણો આપીને તેમની ફરજ અદા કરી છે, જે આ હોસ્પિટલ ખાતે આવતાં દર્દીઓ માટે આશીર્વાદરૂપ બનશે અને દર્દીઓને વધુ સારી સેવા ઉપલબ્ધ બનશે.