• Social Media Links
  • Site Map
  • Accessibility Links
  • English
Close

તા.૧૪ સપ્ટેમ્બર ના રોજ આણંદ જિલ્લામાં રેવન્યુ તલાટી ની પરીક્ષા યોજાશે

Publish Date : 12/09/2025

રેવન્યુ તલાટી માટે  ૧૬૯૮૭ જેટલા ઉમેદવારો પરીક્ષા આપશે

જિલ્લા કલેક્ટરશ્રીએ શાંતિપૂર્ણ વાતાવરણમાં પરીક્ષા યોજાય તે માટે સંલગ્ન અધિકારીઓને માર્ગદર્શિત કર્યા

આણંદ, શુક્રવાર: આગામી તારીખ ૧૪ સપ્ટેમ્બર રવિવારના રોજ બપોરના ૧૪-૦૦ કલાકથી ૧૭-૦૦ કલાક સુધી મહેસુલી તલાટી વર્ગ – ૩ની સીધી ભરતીની પ્રાથમિક પરીક્ષા અંગે જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરી ની અધ્યક્ષતામાં આણંદની ડી.ઝેડ.પટેલ હાઇસ્કુલ ખાતે બેઠક યોજવામાં આવી હતી.

આ બેઠકમાં ૫૪ પરીક્ષા કેન્દ્રના  નિયામક,બી ૫૪ મંડળના પ્રતિનિધિ, ૫૪ તકેદારી સુપરવાઇઝર અને  ૧૯ ઝોનલ અધિકારીશ્રીઓને જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીએ પરીક્ષાની ગંભીરતા અને સંવેદનશીલતા બાબતે તથા પરીક્ષા દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને શાંતિપૂર્ણ વાતાવરણમાં પરીક્ષા નું આયોજન થાય તે માટે માર્ગદર્શન આપ્યું હતું.

જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી જે. જે. જસાણી  દ્વારા પરીક્ષામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ અને ઉમેદવારોને પરીક્ષામાં કોઈ તકલીફ ન પડે તથા ઇલેક્ટ્રોનિક ગેજેટ  બાબતે વિસ્તૃત માહિતી આપી હતી.

નિવાસી અધિક કલેક્ટરશ્રી આર.એસ.દેસાઈ દ્વારા પરીક્ષા સેન્ટર ઉપર પરીક્ષાની કામગીરી ના સુચારુ આયોજન બાબતે વિગતે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આણંદ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના શિક્ષણ નિરીક્ષક ડો.તેજેન્દ્રસિંહ એસ.સોલંકી દ્વારા મંડળના અધિકારી તકેદારી સુપરવાઇઝર તથા ઝોનલ અને સ્થળ સંચાલકશ્રીએ પરીક્ષામાં જે કામગીરી કરવાની છે, તેનાથી સૌને અવગત કરાવ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે,આણંદ જિલ્લામાં રેવન્યુ તલાટી વર્ગ – ૩ની ૫૪ બિલ્ડિંગોમાં ૫૬૭ બ્લોકોમાં ૧૬૯૮૭ ઉમેદવારો પરીક્ષા આપનાર છે.

આ બેઠકમાં આણંદના પ્રાંત અધિકારી શ્રી મયુર પરમાર,બોરસદના  પ્રાંત અધિકારીશ્રી અમિત પટેલ,નાયબ પોલીસ અધિક્ષકશ્રી પંચાલ, જિલ્લા શિક્ષણ અધિકારી ડૉ .અર્ચનાબેન પ્રજાપતિ સહિત અધિકારી કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.