• Social Media Links
  • Site Map
  • Accessibility Links
  • English
Close

પેટલાદ ખાતે ટીબી મુક્ત ભારત અભિયાનનો કાર્યક્રમ યોજાયો

Publish Date : 08/09/2025

પેટલાદ તાલુકાની ચાર ગ્રામ પંચાયતને ટીબી મુક્ત પંચાયત જાહેર કરવામાં આવી

આણંદ, સોમવાર: નેશનલ ટીબી એલીમીનેશન પ્રોગ્રામ અંતર્ગત પેટલાદ તાલુકા હેલ્થ કચેરી ખાતે ટીબી મુક્ત ભારત અભિયાનનો  કાર્યક્રમ પેટલાદના ધારાસભ્ય શ્રી કમલેશભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો હતો.

ધારાસભ્ય શ્રી કમલેશભાઈ  પટેલે જણાવ્યું હતું કે ટીબીના કોઈ પણ લક્ષણો ધરાવતા વ્યક્તિ એ ટીબી ની વેહલી તપાસ કરાવવી જોઈએ,  વ્યસન મુક્ત બનવું જોઈ, ટીબી ની દવા લેતા દર્દી એ નિયમિત દવા લેવી જોઈએ, દરેક સરકારી દવાખાને ટીબી મફત તાપસ કરવામાં આવે છે અને મફત સારવાર પણ આપવામાં આવે છે તેનો લાભ  લેવો જોઈએ અને ભારત સરકાર  દ્વારા ટીબીના દર્દી ને નિક્ષય પોષણ યોજના હેઠળ જ્યાં સુધી ટીબી દવા ચાલુ રહે ત્યાં સુધી તેના સીધા બેંક એકાઉન્ટ  મા દર મહિને એક હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે અને  ટીબી મુક્ત ભારત અભિયાન હેઠળ ટીબી  દર્દી ને પોષણ મળી રહે તે હેતુથી  સમાજ માં થી દાતા આગળ આવી ટીબી ના દર્દીઓને  પોષણ કીટ આપી ટીબી મુક્ત સમાજ બનાવવા તેમજ ટીબી દર્દીઓને સાજા થવામાં મદદ કરવા, આ કામ માટે લોકોને આગળ આવવા અપીલ કરી હતી અને સૌ સાથે મળીને ટીબી રોગ સામે લડીશું અને ટીબી ને હરાવીશું..” ટીબી હારેગા દેશ જીતેગા” તેમ વધુમાં ઉમેર્યું હતું.

ટીબી રોગના ડૉ. મનોજ માને દ્વારા જાહેર જનતા અપીલ કરેલ કે જેઓને રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય જેમ કે ડાયાબિટીસ હોય,  HIV ની બીમારી હોય, દારૂનુ વ્યસન કરતા હોય કે અન્ય વ્યસન કરતા હોય, લીવર કે કિડની ની બીમારી થી પીડાતા હોય  તેવા લોકો ની  રોગ પ્રતિકારક શક્તિ ઓછી જોવા મળે  છે તેમને  ટીબીનો ચેપ લાગવાની શક્યતા વધારે રહેલ છે, ખાસ કરીને જો બે અઠવાડિયા થી વધારે ખાસી આવવી, ભૂખ ન લગાવી, રાત્રે ઝીણો ઝીણો તાવ આવવો , પરસેવો વળીને ઉતરી જવો , શ્વાસ ચડવો , થાકી જવું  જો આવા કોઈ લક્ષણો જણાય તો નજીક ના સરકારી દવાખાને ગળફાની  તપાસ કરાવી જોઈએ સાથે સાથે છાતીનો એક્સ રે પણ પડાવવો જોઈએ જેથી કરીને ટીબીની  વેહલી તપાસ થાય અને સારવાર પણ થાય.

ટીબી મુકત ભારત અભિયાન કાર્યક્રમમાં પેટલાદ તાલુકાના ચાર ગ્રામ પંચાયતને ટીબી મુક્ત પંચાયત જાહેર કરવામાં આવ્યા હતા જેમાં ગ્રામ પંચાયત શાહપુર, સીમરડા, દંતાલી અને ભાટિયેલ ગ્રામના સરપંચ શ્રી અને આરોગ્ય કર્મચારીઓને ટીબી મુક્ત પંચાયત તરીકે મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર અને ગાંધીજીની પ્રતિમા રૂપે ટ્રોફી એનાયત કરવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન શ્રી પ્રકાશભાઈ પટેલ, તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી સોનલબેન પટેલ, પેટલાદ તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન શ્રી પ્રજ્ઞેશભાઈ પટેલ અને જિલ્લા ક્ષય કેન્દ્ર પેટલાદના  મેડિકલ ઓફિસર શ્રી ડૉ મનોજ માને તથા તાલુકા હેલ્થ કચેરી ટી.એચ.ઓ શ્રી ડૉ ગુણવંત  ઇસરવાડીયા, તાલુકાના આરોગ્ય કર્મચારીઓ, અગ્રણીશ્રી  સરોજબેન બ્રહ્મભટ્ટ સહિત ટીબીના દર્દીઓ અને નગરજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

પેટલાદ ખાતે ટીબી મુક્ત ભારત અભિયાનનો કાર્યક્રમ યોજાયો