• Social Media Links
  • Site Map
  • Accessibility Links
  • English
Close

ખોરાક અને ઔષધ નિયમન તંત્ર આણંદ દ્વારા જિલ્લામાં ખાસ ડ્રાઇવ કરીને ૩૧ જેટલા ફરાળી ખાદ્ય પદાર્થોના નમુના પૃથકરણ અર્થે લેવામાં આવ્યા

Publish Date : 08/08/2025

બિન આરોગ્યપ્રદ ખાદ્ય પદાર્થનો ૧૫ કિલો જેટલો જથ્થો સ્થળ પર જ નાશ કરાયો

૫૧ જેટલા મિઠાઇ, ફરસાણ તેમજ ખાધ્ય તેલના નમુનાઓ પૃથ્થકરણ અર્થે લેવામાં આવ્યા

નમુનાઓના પૃથ્થકરણ રીપોર્ટ આવેથી એફ.એસ.એસ. એક્ટ -૨૦૦૬ મુજબની કાર્યવાહી કરાશે

આણંદ, શુક્રવાર: આણંદ જીલ્લાના ફુડ સેફ્ટી વિભાગ દ્વારા તહેવારોના સમયગાળાને ધ્યાનમાં રાખી જીલ્લા વાસીઓને આરોગ્યપ્રદ આહાર મળી રહે તે હેતુથી પવિત્ર શ્રાવણ માસ દરમિયાન ફરાળી ખાધ્ય પદાર્થોની તપાસ માટે સ્પેશલ ફરાળી ડ્રાઇવનું આયોજન કરવામા આવ્યું હતું.

આણંદ, વલ્લભ વિધ્યાનગર, બોરસદ તથા અન્ય તાલુકાઓ માંથી ફરાળી ખાધ્યપદાર્થો નું વેચાણ કરતી પેઢીઓમાંથી ફરાળી ખાધ્યપદાર્થો બટાકાની ફરાળી વેફર, સાબુદાણા ખિચડી, સાબુદાણા વડા, પેટીસ, જેવા તૈયાર ખોરાક તેમજ ફરાળી લોટ, રાજગરાનો લોટ, સિંગોડાનો લોટ જેવી ફરાળી ખાધ્યપદાર્થોના કુલ ૩૧ જેટલા નમુના પૃથ્થકરણ અર્થે લેવામાં આવ્યા છે.

રક્ષાબંધન તથા જન્માષ્ટમી જેવા તહેવારોને અનુલક્ષીને મિઠાઇ ફરસાણ બનાવતી તેમજ વેચાણ કરતી પેઢીઓની આકસ્મિક તપાસ કરવામાં આવી હતી તેમજ આણંદ શહેર તથા જીલ્લાના તાલુકાઓમાંથી કુલ ૫૧ જેટલા મિઠાઇ, ફરસાણ તેમજ ખાધ્ય તેલના નમુનાઓ પૃથ્થકરણ અર્થે લેવામાં આવ્યા છે.

આ ખાસ ડ્રાઈવ દરમિયાન બિન આરોગ્યપ્રદ ખાધ્યપદાર્થનો અંદાજિત ૧૫ કિલોગ્રામ જેટલો જથ્થો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો છે અને વેપારીઓ ને સ્વચ્છતા જાળવવા ખાસ સુચના આપવામાં આવી છે.

આ ખાસ ડ્રાઇવિંગ દરમિયાન લેવામાં આવેલ તમામ નમુનાઓના પૃથ્થકરણ રીપોર્ટ આવે થી એફ.એસ.એસ. એક્ટ -૨૦૦૬ મુજબની કાર્યવાહી કરવામાં આવશે.

વધુમાં આગામી તહેવારોની સિઝનને ધ્યાને રાખી ખાધ્યપદાર્થોની તપાસની ઝુંબેશ ચાલુ જ રહેશે, તેમ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, આણંદના ડેઝિગનેટેડ ઓફિસર દ્વારા જણાવવામાં આવ્યું છે.