• Social Media Links
  • Site Map
  • Accessibility Links
  • English
Close

તા.૧૨ મી ઓગસ્ટ ના રોજ આણંદ ખાતે ભવ્ય તિરંગા યાત્રા યોજાશે

Publish Date : 07/08/2025

આ તિરંગા યાત્રામાં નગરજનોને જોડાવા અનુરોધ કરતા જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરી

આણંદ, બુધવાર: આણંદ જિલ્લામાં રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્રધ્વજ ના સન્માનમાં સ્વતંત્રતા પખવાડિયા દરમિયાન “હર ઘર તિરંગા હર ઘર સ્વચ્છતા” સ્વતંત્રતા કા ઉત્સવ સ્વચ્છતા કે સંગ”ની થીમ આધારિત વિવિધ કાર્યક્રમો યોજાનાર છે.

આ કાર્યક્રમના સુચારું આયોજન અર્થે કલેકટર કચેરી આણંદ ખાતે જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરીની અધ્યક્ષતામાં બેઠક યોજવામાં આવી હતી.

આ બેઠકમાં કલેકટર શ્રી પ્રવીણ ચૌધરીએ જણાવ્યું હતું કે આગામી તારીખ ૧૨ મી ઓગસ્ટના રોજ બપોર બાદ ૧૬-૦૦ કલાકે આણંદ ખાતે ભવ્ય તિરંગા યાત્રા યોજવામાં આવશે. આ યાત્રા આણંદ ટાઉન હોલ ખાતેથી વિદ્યાનગર રોડ શહીદ ચોક ખાતે પૂર્ણ થશે. આ યાત્રામાં આણંદ જિલ્લાના નગરજનોને સહભાગી બનવા અપીલ કરવામાં આવી છે.

કલેકટર શ્રી એ વધુમાં જણાવ્યું કે તારીખ ૧૧ મી ઓગસ્ટના રોજ તાલુકા કક્ષાએ અને ગ્રામ્ય કક્ષાએ તિરંગા યાત્રા યોજાશે. આણંદ જિલ્લો તિરંગાથી છવાઈ જવો જોઈએ, એટલે કે સૌ નગરજનોને તિરંગો લહેરાવવા માટે અપીલ કરવામાં આવી છે. કલેકટર શ્રી એ વધુમાં harghartiranga.com  ઉપર રજીસ્ટ્રેશન કરાવવા માટે પણ નગરજનોને અપીલ કરી છે.

હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત આણંદ જિલ્લાની દરેક સ્કૂલો ખાતે વિવિધ સ્પર્ધાઓ યોજાશે. આ ઉપરાંત ગામે ગામ સફાઈ અભિયાન યોજાશે. રંગોળી સ્પર્ધા, રાખી મેકિંગ સ્પર્ધા, દીવાલો ઉપર પેઇન્ટિંગ યોજવામાં આવશે. આ તિરંગા યાત્રામાં પોલીસ, એનસીસી, હોમગાર્ડ, ટીઆરબી જવાનો ઉપરાંત સરકારી અધિકારી/ કર્મચારીઓ અને નગરજનો જોડાય તે માટે ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે.

આ બેઠકમાં કલેકટર શ્રી એ અધિકારીઓને સોંપવામાં આવેલી ફરજો પૂરી નિષ્ઠાથી બજાવવા જણાવ્યું હતું.

આ બેઠકમાં કરમસદ આણંદ મહાનગરપાલિકાના કમિશનર શ્રી મિલિંદ બાપના, જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતી, નિવાસી અધિક કલેકટર શ્રી ઋતુરાજ દેસાઈ, પેટલાદના મદદનીશ કલેકટર શ્રી હિરેન બારોટ સહિત અધિકારીઓ હાજર રહ્યા હતા.