Close

આણંદ તાલુકાની ખડીપુરા, વહેરાખાડી, ખેરડા,  બોરીયાવી, કરમસદ અને વિદ્યાનગર ખાતેની શાળાઓ ખાતે વિદ્યાર્થીઓનું  નામાંકન કરાવતા નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી રૂબીસિંહ રાજપુત

Publish Date : 30/06/2025

આણંદ, શુક્રવાર: આણંદ જિલ્લામાં ત્રિ દિવસીય કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે.

આ કાર્યક્રમ અંતર્ગત જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ તેઓને સોંપવામાં આવેલ શાળાઓ ખાતે સવારે ૮- ૦૦ કલાકથી બપોરના ૧૩-૩૦ કલાક સુધી દરરોજ ત્રણ શાળાઓ ખાતે વિદ્યાર્થીઓને આવકારીને શાળા પ્રવેશ કરાવે છે.

જિલ્લા પંચાયત આણંદના નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી રૂબી સિંહ રાજપૂતે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમના પ્રથમ દિવસે આણંદ તાલુકાની સારસા ક્લસ્ટરની ખડીપુરા પ્રાથમિક શાળા ત્યારબાદ કે.એફ. સાર્વજનિક હાઇસ્કુલ, વહેરાખાડી અને સરસ્વતી વિદ્યા મંદિર હાઇસ્કુલ, ખેરડા ખાતે તથા શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમના બીજા દિવસે આણંદ તાલુકાની બોરીયાવી કન્યા શાળા, એસ.વી પટેલ હાઇસ્કુલ કરમસદ અને હોમ સાયન્સ હાઇસ્કુલ, વિદ્યાનગર ખાતે વિદ્યાર્થીઓને આવકારીને પાટી, પેન દફતર, આપી શાળા પ્રવેશ કરાવ્યો હતો.

શ્રી રૂબી સિંહ રાજપૂતે જણાવ્યું હતું કે બાળકો ને આજે શાળા પ્રવેશ કરાવ્યો છે, તેઓ પ્રાથમિક શાળા નું ભણતર પૂર્ણ કરે એટલે કે ધોરણ ૦૮ પાસ કરીને નીકળે ત્યાં સુધીમાં શિક્ષકો આ ભૂલકાઓમાં સંસ્કાર સાથેનું સિંચન કરે તે ખૂબ જ જરૂરી છે, તેમણે વિદ્યાર્થીઓ અને વાલીઓને ખાસ અપીલ કરી હતી કે છોકરો હોય કે છોકરી ઉચ્ચ શિક્ષણ આજના સમયની ખૂબ જ જરૂરિયાત છે, જે ધ્યાને લઈ દરેક વાલી પોતાના બાળકને ઉચ્ચ અભ્યાસ કરાવે તે માટે અનુરોધ કર્યો હતો.

આ વેળાએ અભ્યાસિક પ્રવૃત્તિઓમાં વર્ષ દરમિયાન ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને મહાનુભાવોના હસ્તે બહુમાન તથા દાતાઓને  સન્માનિત કરાયા હતા.

આ પ્રસંગે મહાનુભાવોએ શાળા પરિસરમાં વૃક્ષોરોપણ કર્યું હતું.

આ પ્રસંગે એસ.એમ.સી કમિટીના સભ્યો, સી.આર.સી.કો ઓર્ડીનેટર પિયુષભાઈ ચાવડા સહિત વાલીગણ તથા બાળકો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.

આણંદ તાલુકાની ખડીપુરા, વહેરાખાડી, ખેરડા,  બોરીયાવી, કરમસદ અને વિદ્યાનગર ખાતેની શાળાઓ ખાતે વિદ્યાર્થીઓનું  નામાંકન કરાવતા નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી રૂબીસિંહ રાજપુત 1

આણંદ તાલુકાની ખડીપુરા, વહેરાખાડી, ખેરડા,  બોરીયાવી, કરમસદ અને વિદ્યાનગર ખાતેની શાળાઓ ખાતે વિદ્યાર્થીઓનું  નામાંકન કરાવતા નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી રૂબીસિંહ રાજપુત

આણંદ તાલુકાની ખડીપુરા, વહેરાખાડી, ખેરડા,  બોરીયાવી, કરમસદ અને વિદ્યાનગર ખાતેની શાળાઓ ખાતે વિદ્યાર્થીઓનું  નામાંકન કરાવતા નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી રૂબીસિંહ રાજપુત 2