કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ- ૨૦૨૫: આણંદ જીલ્લો
Publish Date : 25/06/2025
તા.૨૬ થી તા. ૨૮ જૂન દરમિયાન આણંદ જિલ્લાના પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ યોજાશે.
જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરી ખંભાતની પી. એમ. શ્રી ઓ.એન.જી.સી. પ્રાથમિક શાળા ખાતે બાળકોનું નામાંકન કરાવશે.
બાલવાટિકામાં ૧૭,૮૧૯, ધોરણ ૧માં ૧૭,૬૯૫, ધોરણ ૯ માં ૨૮,૨૫૩,ધોરણ ૧૧ માં ૧૪,૫૯૩ જેટલા બાળકોને પદાધિકારીઓ તથા ઉચ્ચ અધિકારીઓ કરાવશે શાળાપ્રવેશ.
આણંદ,મંગળવાર: આણંદ જિલ્લામાં બાલ વાટિકા, પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં તા.૨૬ થી તા.૨૮ જૂન દરમિયાન સવારે ૮- ૩૦ કલાક થી ૧૩- ૩૦ કલાક દરમિયાન કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ – ૨૦૨૫ કાર્યક્રમ યોજાશે.
કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ દરમિયાન જિલ્લાના પદાધિકારીઓ તથા ઉચ્ચ અધિકારીઓ બાળકોને શાળા પ્રવેશ કરાવી વિવિધ શાળાની મુલાકાત લઈને શાળામાં વિધાર્થીઓના અભ્યાસકીય પ્રવૃતિઓ તથા શાળાની ભૌતિક સુવિધાઓનું નિરીક્ષણ કરશે.
અત્રે ઉલ્લેખનિય છે કે, આણંદ જિલ્લામાં વિવિધ તાલુકાઓમાં બાલવાટિકામાં પ્રવેશપાત્ર ૧૭,૮૧૯ બાળકો, ધોરણ ૧માં ૧૭,૬૯૫ બાળકો, ધોરણ ૯માં ૨૮,૨૫૩ બાળકો, ધોરણ ૧૧માં ૧૪,૫૯૩ જેટલા બાળકોને જિલ્લાના પદાધિકારીઓ તથા ઉચ્ચ અધિકારીઓ પ્રવેશ કરાવશે.
આણંદ જિલ્લાના વિવિધ તાલુકાઓમાં આવેલ શાળાઓમાં તા.૨૬ જૂનના રોજ મુલાકાત લેનાર વિવિધ પદાધિકારીઓના તથા ઉચ્ચ અધિકારીઓ વિગતો જોઈએ તો, સાંસદ શ્રી મિતેશભાઈ પટેલ કંથારીયા ગામની કંથારીયા પ્રાથમિક શાળા, ભેટાસી તળપદ ગામની એમ.પી.પટેલ હાઇસ્કુલ ભેટાસી, અંબાલી ગામની સરકારી માધ્યમિક સ્કૂલ અંબાલીની શાળામાં જઈને બાળકોને શાળા પ્રવેશોત્સવ કરાવશે.
જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હસમુખભાઈ પટેલ આંકલાવ તાલુકાના આમરોલ ગામની આમરોલ પ્રાથમિક શાળા, સરસ્વતી નગર પ્રાથમિક શાળા અને આંકલાવની કબીર નગર પ્રાથમિક શાળામાં જઈને શાળા પ્રવેશોત્સવ ઉપસ્થિત રહેનાર છે.
પેટલાદના ધારાસભ્ય શ્રી કમલેશભાઈ પટેલ બોચાસણ ગામની પ્રાથમિક શાળા, દેદરડા ગામની માય ઓન હાઈસ્કૂલ, દહેમી ગામની શ્રી રાધા કૃષ્ણ વિદ્યામંદિર ખાતે, ખંભાતના ધારાસભ્ય શ્રી ચિરાગભાઈ પટેલ હરિયાણ ગામની પી ડી પટેલ પ્રાથમિક શાળા, સાયમા ગામની શ્રીમતી કે.એમ.જે.પટેલ હાઇસ્કુલ ખાતે, ઉમરેઠના ધારાસભ્ય શ્રી ગોવિંદભાઈ પરમાર ઉમરેઠ તાલુકાના ધોળી ગામની પ્રાથમિક શાળા, પ્રતાપપુરા ગામની ધ ન્યુ ઈંગ્લીશ સ્કૂલ, ખોરવાડ ગામની સરકારી માધ્યમિક શાળા ખાતે, આંકલાવના ધારાસભ્ય શ્રી અમિતભાઈ ચાવડા આંકલાવ તાલુકાની મોટી સંખ્યાડ ગામની પ્રાથમિક શાળા, ઉમેટા ગામની પ્રગતિ વિદ્યાલય અને હઠીપુરા ગામની સરકારી માધ્યમિક સ્કૂલ ખાતેથી શાળા પ્રવેશોત્સવ કરાવશે.
આણંદ તાલુકામાં પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણના અગ્ર સચિવ શ્રી મુકેશકુમાર વઘાસીની સિનિયર બેઝિક ખેતી શાળા, સંદેસરની પ્રીતમ હાઇસ્કુલ અને વલાસણની ડી એસ પટેલ એન્ડ ટી જે ઇનામદાર હાઇસ્કુલ ખાતે હાજર રહી બાળકોને શાળા પ્રવેશ કરાવશે.
સામાન્ય વહીવટી વિભાગ (આયોજન) ના સચિવશ્રી આદ્રા અગ્રવાલ કરમસદ ગામ ખાતે પીએમ શ્રી સજના તલાવડી પ્રાથમિક શાળા, ગાના ગામના કે ડી પટેલ વિદ્યામંદિર , વિદ્યાનગરની ગો જો શારદા મંદિર શાળા ખાતે બાળકોને શાળાપ્રવેશ કરાવશે.
સામાજિક ન્યાય અધિકારીતા વિભાગના અગ્ર સચિવશ્રી મોહમ્મદ સઈદ ખાનપુર ગામની ખાનપુર પ્રાથમિક શાળા, ખંભોળજ ની સી.એમ. પટેલ હાઇસ્કુલ, ઓડની સરદાર પટેલ હાઇસ્કુલની મુલાકાત લઈને બાળકોને શાળા પ્રવેશ કરાવશે.
જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરી ખંભાતની પી.એમ. શ્રી ઓ.એન.જી.સી પ્રાથમિક શાળા, સેન્ટ ઝેવિયર્સ હાઇસ્કુલ અને બી.વી. પટેલ કન્યા વિદ્યાલય ખંભાત ખાતે હાજર રહેશે.
જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતી પેટલાદ તાલુકાના અરડી ગામના અરડી પ્રાથમિક શાળા, વટાવ ગામની ડોક્ટર સી જે પટેલ જય જલારામ હાઇસ્કુલ તથા પોરડા ગામની જી. પી. કે .પી .ગીતા માધ્યમિક વિદ્યાલય ખાતે હાજર રહેશે.
જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ગૌરવ જસાણી આકલાવની પ્રકાશ નગર પ્રાથમિક શાળા, એમ.એસ. હાઇસ્કુલ તથા આકલાવ હાઈસ્કુલ ખાતે ઉપસ્થિત રહેશે.
પેટલાદના મદદનીશ કલેકટર શ્રી હિરેન બારોટ પેટલાદ તાલુકાની રંગાઈપુરા ગામની પ્રાથમિક શાળા, સીમરડા ગામની બી.જે.ડી.પટેલ હાઇસ્કુલ ,આશી ગામની ડી.વી.પટેલ હાઇસ્કુલ ખાતે બાળકોને શાળા પ્રવેશ કરાવશે.
નાણા વિભાગના ઉપસચિવ શ્રી વિભૂતિ પરમાર કુંજરાવ ગામની દેવજીપુરા (કુંજરાવ) પ્રાથમિક શાળા, અજુપુરા ની એસ.એમ. પટેલ હાઇસ્કુલ, કુંજરાવની જી .એલ .પટેલ હાઇસ્કુલ ખાતે હાજર રહી બાળકોને શાળા પ્રવેશ કરાવશે.