Close

અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના

Publish Date : 20/06/2025

વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલ આણંદ  તાલુકાના ૫ મૃતકોના અંતિમ સંસ્કારમાં સહભાગી બનતા સાંસદશ્રી સહિત અગ્રણી પદાધિકારીઓ.

જિલ્લા કલેકટરશ્રી પ્રવીણ ચૌધરી સહિત નિયુક્ત અધિકારીઓ પણ રહ્યા ખડે પગે.

આણંદ,ગુરુવાર:  અમદાવાદ ખાતે ગત દિવસોમાં થયેલી વિમાન દુર્ઘટનામાં આણંદ જિલ્લાના પાર્થિવ દેહની ઓળખ થતા તેમનો મૃતદેહ અમદાવાદ સિવિલ હોસ્પિટલ તંત્ર તરફથી તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યા હતા.

ડીએનએ સેમ્પલિંગ  મેચ થતા આણંદ તાલુકાના ૫ મૃતકો કે જેમાં કરમસદના ભાવનાબેન રાણા, લાંભવેલ ગામના કિરીટકુમાર લલ્લુભાઈ પટેલ તથા વાસદના હેમાંગીબેન અરૂણભાઇ પટેલ,દિવ્યાબેન રજનીકાંત પટેલ અને રજનીકાંત મહીતજીભાઈ પટેલના એમ એક જ પરિવારના ૩ સભ્યોના પાર્થિવ દેહની અંતિમ સંસ્કાર વિધિ  આજરોજ  કરાઈ હતી.

આ વેળાએ સાંસદશ્રી મિતેશભાઈ પટેલ સહિત જિલ્લાના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

આ ઉપરાંત જિલ્લા કલેક્ટરશ્રી પ્રવીણ ચૌધરી, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ગૌરવ જસાણી સહિત  નિયુક્ત કરાયેલા ઉચ્ચ અધિકારીઓ મૃતકોના અંતિમ સંસ્કાર વિધિમાં ઉપસ્થિત રહ્યાં હતાં.

અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના 2

અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના

અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના 3

અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના

અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના 4

અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના

અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના 1