Close

‘કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક-૨૦૨૫’ પ્રકાશિત કરાયો

Publish Date : 13/05/2025

જિલ્લા માહિતી કચેરી, આણંદ ખાતે થી માત્ર રૂપિયા ૨૦/- માં વેચાણથી મળશે.

ધો.૧૦ અને ધો.૧૨ પછીની કારકિર્દી વિષયક પ્રશ્નોનું નિરાકરણ વિશેષાંકમાં મળશે.

આણંદ, મંગળવાર: વિદ્યાર્થીઓને કારકિર્દી અંગેની જાણકારી મળી રહે તે આશયથી પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ રાજ્ય સરકારના માહિતી ખાતા દ્વારા ‘‘કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક-૨૦૨૫’’ પ્રકાશિત કરવામાં આવ્યો છે.

ધો.૧૦ અને ૧૨ પછી ઉપલબ્ધ અભ્યાસક્રમો, કોલેજો, યુનિવર્સિટીઓ, કારકિર્દીના વિવિધ વિકલ્પો, રોજગારી-સ્વરોજગારીની તકો, ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓના વિવિધ અભ્યાસક્રમો, પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયા અને ન્યૂ મીડિયા ક્ષેત્રમાં તકો સહિતનું માર્ગદર્શન ઉપરાંત પ્રેરણાદાયી લેખો આ અંકમા સમાવિષ્ટ કરવામાં આવ્યા છે.

આ કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક મેળવવા માટે જિલ્લા માહિતી કચેરી, રૂમ નંબર ૧૧૩, પહેલો માળ, જૂનું જિલ્લા સેવા સદન, બોરસદ ચોકડી પાસે, આણંદ ખાતેથી કિંમત માત્ર રૂપિયા ૨૦/- આપવાથી વહેલા તે પહેલાના ધોરણે મળી રહેશે.