Close

વર્ષ ૨૦૨૫ -૨૬ માટે બાગાયત ખાતાની સહાયલક્ષી યોજનાનો લાભ મેળવવા  તા. ૩૧/૦૫/૨૦૨૫ સુધી આઇ ખેડુત પોર્ટલ ખુલ્લુ મુકવામાં આવ્યું

Publish Date : 09/05/2025

અરજી કરતાં પહેલા ખેડૂતોએ https://ikhedut.gujarat.gov.in પર નોંધણી કરવી ફરજિયાત.

બાગાયત ખાતામાં વિવિધ ૨૧ જેટલા ઘટકોમાં અરજી કરવા પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું.

આણંદ,ગુરુવાર: રાજયમાં વર્ષ ૨૦૨૫ -૨૬ માટે બાગાયત ખાતાની સહાયલક્ષી યોજનાનો લાભ મેળવવા જિલ્લાના તમામ ખેડૂત મિત્રોને  માટે  તા.૦૮/૦૫/૨૦૨૫ થી તા.૩૧/૦૫/૨૦૨૫ સુધી નવીન આઇ ખેડુત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવેલ છે.

– અરજી કરતાં પહેલા ખેડૂતોએ https://ikhedut.gujarat.gov.in/ નોંધણી કરવી ફરજિયાત રહેશે ત્યારબાદ લાભ મેળવવા માટે ઉક્ત પોર્ટલ પરથી ઓનલાઇન અરજી કરી શકાશે.

– બાગાયત ખાતામાં નીચે મુજબના વિવિધ ૨૧ જેટલા ઘટકોમાં અરજી કરવા પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવેલ છે.

વર્ષ ૨૦૨૫-૨૬માં “સંકલિત બાગાયત વિકાસ કાર્યક્રમ હેઠળના કૃષિ યાંત્રિકરણને પ્રોત્સાહિત કરવાનો કાર્યક્રમ, વધુ ખેતી ખર્ચવાળા ફળ પાકો સિવાયના ફળપાકો, વધુ ખેતી ખર્ચવાળા સુગંધિત પાકો, ઔષિધય પાકો, અન્ય સુગંધિત પાકો જેવા કે, પામારોઝા, લેમન ગ્રાસ, તુલસી, ખસ, જાવા, સિરિટ્રોનેલા અને સ્વીટ બેસીલ, ડુંગળી અને લસણ (OPEN POLLINATED), હાઈબ્રીડ શાકભાજી પાકોનું વાવેતર, સ્ટ્રોબેરી, કંદ કુલો (Bulbous and Rhizomatic Flowers) દાંડી કુલો (Cut Flowers), છુટા ફુલો (Loose Flowers),  પોલીહાઉસ/નેટ હાઉસમાં ઉગાડવામાં આવતા અતિમૂલ્ય ધરાવતા ફળ અને શાકભાજીના પ્લાન્ટિંગ મટીરીયલ તથા ખેતી ખર્ચ માટે સહાય,  પોલીહાઉસમાં ઉગાડવામાં આવતા ગુલાબ, સેવતી અને લીલીયમના પ્લાન્ટિંગ મટીરીયલ અને ખેતી ખર્ચ માટે સહાય, પોલીહાઉસમાં ઉગાડવામાં આવતા કાર્નેશન અને જર્બેરાના પ્લાન્ટિંગ મટીરીયલ અને ખેતી ખર્ચ માટે સહાય,પોલીહાઉસમાં ઉગાડવામાં આવતા એન્યુરિયમ અને નેટ હાઉસમાં ઉગાડવામાં આવતા ઓર્કિડનાં પ્લાન્ટિંગ મટીરીયલ તથા ખેતી ખર્ચ માટે સહાય, પ્લાન્ટેશન પાકો (કાજુ), મસાલા પાકો (RHIZOMATIC AND BULBOUS SPICES), હની એટ્રેકટર (૪ ફ્રેમ), ફૂડ ગ્રેઇન કન્ટેઇનર (૩૦ કિ.ગ્રા.), નેટ મધમાખી ઉછેરના સાધનો માટે સહાય, મધમાખી હાઈવ માટે સહાય, મધમાખી પેટી/બોક્ષ સમૂહ સાથે કોલોની, અનાનસ (ટીસ્યુ) આમ કુલ ૨૧ ઘટકમાં ઓનલાઇન અરજી કરવા માટે આઇ-ખેડુત પોર્ટલ તા.૦૮/૦૫/૨૦૨૫ થી તા.૩૧/૦૫/૨૦૨૫ સુધી ખુલ્લુ મુકવામાં આવેલ છે.

વધુમાં જણાવાયુ છે કે, ચાલુ વર્ષ ૨૦૨૫-૨૬ થી નવીન આઈ ખેડૂત પોર્ટલ ૨.૦ પર નોંધણી કર્યા બાદ જ ખેડૂતો અરજી કરી શકશે. તેમજ અરજીમાં જણાવ્યા મુજબનાં કાગળો અપલોડ કરી અરજી કન્ફર્મ કરી અરજીની પ્રિન્ટ લઇ ખેડૂતોએ પોતાની જ પાસે રાખવાની રહેશે. જેની નકલ મંજુરી મળ્યા બાદ કલેઈમ સબમિટ કરતી વખતે સહી કરી જરૂરી સાધનિક કાગળો બિડાણ કરી નિયત સમયમાં કચેરીના કામકાજના દિવસે નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, ૪૨૭-૪૨૯, ચોથો માળ, જિલ્લા સેવા સદન, આણંદ ખાતે જમા કરવાના રહેશે અને જિલ્લામાં અમલી રાજય અને કેન્દ્ર પુરસ્કૃત્ત યોજનામાં અમલી ઘટકોના લક્ષ્યાંક મુજબ સરકારશ્રીના નિયમાનુસાર લાભ આપવામાં આવશે, તેમ નાયબ બાગાયત નિયામકશ્રી દ્વારા જણાવવામાં આવ્યું છે.