આણંદ જિલ્લામાં ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં ૭૬.૫૦% અને સામાન્ય પ્રવાહમાં ૯૩.૪૬% પરિણામ
Publish Date : 06/05/2025
આણંદ,સોમવાર: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણબોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલા ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહના પરિણામોમાં આણંદ જિલ્લાના વિદ્યાર્થીઓએ ઝળહળતું પ્રદર્શન કર્યું છે.
ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં ૭૬.૫૦% અને સામાન્ય પ્રવાહમાં ૯૩.૪૬% પરિણામ આવ્યું છે.
વિજ્ઞાન પ્રવાહમાં આણંદમાં ૩૭૯૧ વિદ્યાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા. ગ્રેડ મુજબ પરિણામોની વાત કરીએ તો ૨૪ વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ, ૨૦૪ વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ, ૪૪૭ વિદ્યાર્થીઓએ B1 ગ્રેડ, ૫૭૯ વિદ્યાર્થીઓએ B2 ગ્રેડ, ૭૩૬ વિદ્યાર્થીઓએ C1 ગ્રેડ, ૬૭૭ વિદ્યાર્થીઓએ C2 ગ્રેડ મેળવ્યો હતા.
સામાન્ય પ્રવાહમાં આણંદમાં ૧૦૬૨૫ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. ગ્રેડ મુજબ પરિણામોમાં ૬૯ વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ ,૭૬૬ વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ, ૨૧૦૪ વિદ્યાર્થીઓએ B1 ગ્રેડ, ૩૦૮૯ વિદ્યાર્થીઓએ B2 ગ્રેડ, ૨૭૪૩ વિદ્યાર્થીઓએ C1 ગ્રેડ, ૧૦૭૨ વિદ્યાર્થીઓએ C2 ગ્રેડ મેળવ્યો હતો.