આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ અંતર્ગત કૃષિ સખી તથા કોમ્યૂનિટી રિસોર્સ પર્સન માટે પાંચ દિવસીય તાલીમ કાર્યક્રમ યોજાયો
Publish Date : 05/05/2025
તાલીમમાં દાહોદ જીલ્લાના કુલ ૨૯ ક્લસ્ટર માંથી ૨૯ કૃષિ સખી અને ૨૯ કોમ્યૂનિટી રિસોર્સ પર્સને ઉત્સાહપૂર્વક ભાગ લીધો.
આણંદ,શનિવાર: આણંદ કૃષિ યુનિવર્સિટીના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અંતર્ગત દાહોદ જિલ્લાના મુવાલીયા ફાર્મ ખાતે આણંદ કૃષિ યુનિવર્સિટીના કુલપતિશ્રી ડો. કે.બી. કથિરીયાના માર્ગદર્શન હેઠળ “નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ” અંતર્ગત તારીખ ૨૮ એપ્રિલ ૨૦૨૫ થી ૦૨ મે ૨૦૨૫ દરમિયાન કૃષિ સખી અને કમ્યુનિટી રિસોર્સ પર્સન માટે પાંચ દિવસીય તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
તાલીમ દરમીયાન પ્રાકૃતિક કૃષિના વિવિધ આયામો, પ્રાકૃતિક કૃષિનું મહત્વ, પ્રાકૃતિક ઉત્પાદનોનું બજાર વ્યવસ્થાપન તેમજ પ્રાકૃતિક ખેતીમાં પશુપાલનનાં મહત્વ અંગે કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિકો, ડો. જી. કે. ભાભોર, ડો.એન. ડી. મકવાણા, ડો. આર. રાધારાની અને ડો. બી. જે. સંગાડા દ્વારા પ્રાકૃતિક કૃષિ સંબંધિત વ્યાખ્યાનો આપવામાં આવ્યા હતા.
પ્રોજેક્ટર ડાયરેક્ટરશ્રી આત્મા પ્રોજેક્ટ, દાહોદ ડો. ડી. એલ. પટેલ દ્વારા કૃષિ સખીઓ / કોમ્યૂનિટી રિસોર્સ પર્સનની ભૂમિકા અને તેમની જવાબદારીઓ વિશે ઊંડાણપૂર્વક સમજણ આપવામાં આવી હતી. તાલીમને પ્રાયોગિક રીતે સફળ બનાવવા માટે તમામ કૃષિ સખી અને કમ્યુનિટી રિસોર્સ પર્સનને જીવામૃત, બીજામૃત, ઘન જીવામૃત, નિમાસ્ત્ર અને બ્રહ્માસ્ત્ર વગેરેની બનાવટનું પદ્ધતિનિદર્શન પણ બતાવવામાં આવ્યું હતું.
વધુમાં તાલીમાર્થીઓને પ્રાકૃતિક ખેતી કરતા પ્રગતિશીલ ખેડૂતશ્રી માનસિંગભાઈ ડામોર દ્વારા ચાંદાવાડા ખાતે બનાવવામાં આવેલ પરબ પ્રાકૃતિક કૃષિ મોડેલ ફાર્મની તેમજ ગડોઇ ગામમાં આવેલ બાયો ઇનપુટ રિસોર્સ સેન્ટરની પણ પ્રત્યક્ષ મુલાકાત કરાવવામાં આવી હતી.
આ તાલીમમાં દાહોદ જીલ્લાના કુલ ૨૯ ક્લસ્ટર માંથી ૨૯ કૃષિ સખી અને ૨૯ કોમ્યૂનિટી રિસોર્સ પર્સને ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો.