મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું પેટલાદ હેલિપેડ ખાતે ઉષ્માસભર સ્વાગત કરાયું
Publish Date : 15/04/2025
આણંદ,શનિવાર: ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પેટલાદ ખાતે નવનિર્મિત સરદાર વલ્લભભાઈ પટેલ રેલવે ઓવરબ્રિજના લોકાર્પણ કાર્યક્રમમાં પધાર્યા હતા.
આ પ્રસંગે પેટલાદ હેલીપેડ ખાતે મુખ્યમંત્રીશ્રીનું આણંદ જિલ્લાના પદાધિકારીઓ તથા અધિકારીશ્રીઓએ સ્વાગત કર્યું હતું
આ વેળાએ નાયબ મુખ્ય દંડક શ્રી રમણભાઈ સોલંકી,સાંસદ શ્રી મિતેષભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ હસમુખભાઈ પટેલ,ધારાસભ્ય સર્વશ્રી કમલેશભાઈ પટેલ, શ્રી યોગેશભાઈ પટેલ, શ્રી વિપુલભાઈ પટેલ , શ્રી ચિરાગભાઈ પટેલ, જિલ્લા કલેક્ટરશ્રી પ્રવિણ ચૌધરી, જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતિ, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ગૌરવ જસાણી,પેટલાદ મદદનીશ કલેક્ટર શ્રી હિરેન બારોટ સહિત જિલ્લા અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
