Close

2002 ની મતદાર યાદીમાં હવે તમારૂ નામ વધુ સરળતાથી શોધી શકાશે

Publish Date : 01/12/2025

ભારતના ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીમાં નામ શોધવાની સુવિધા કરવામાં આવી સાવ સરળ

એક ક્લિક ઉપર મતદારો પોતાનું નામ શોધી શકશે

આણંદ, ગુરૂવાર: ભારતના ચૂંટણી પંચ દ્વારા હવે એક નવી સર્ચ ફેસિલિટી શરૂ કરવામાં આવી છે. જેના દ્વારા મતદારો ૨૦૦૨ની મતદાર યાદીમાં ONLINE પોતાનું નામ જોઈ શકશે.

જે અંગેની વિગતો આપતા જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અને કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીએ જણાવ્યું કે આ સેવા ECINet (voters.eci.gov.in) પર ઉપલબ્ધ છે. મતદારો 2002 SIR મતદાર યાદીમાં તમારું નામ હતું કે નહીં તે હવે સરળતાથી શોધી શકો છો. આ સેવા English માં ઉપલબ્ધ છે. માત્ર રાજ્યનું નામ અને મતદાર પોતાનું નામ માત્ર નાખવાથી પોતાનું નામ 2002 માં ક્યાં હતું તે ત્વરિત જાણી શકશે.

શ્રી પ્રવીણ ચૌધરીએ આણંદ જિલ્લાના મતદારોને અપીલ કરતાં જણાવ્યું છે કે આ માહિતી આજે જ ચકાસવાથી SIR 2026ની પ્રક્રિયામાં તમારું નામ મતદાર યાદીમાં સુરક્ષિત રહેવામાં મોટી મદદ મળશે. તેમણે વધુમાં જણાવ્યું કે મતદારો જ્યારે બુથ લેવલ અધિકારીને પોતાનું એન્યુમ્રેશન ફોર્મ પરત જમા કરાવતા સમયે 2002 ની વિગતો આપવાથી દસ્તાવેજોની માંગ ઓછી થશે અને મતદારોનો રેકોર્ડ ઝડપથી વેરિફાઈ થઈ શકશે. આ નામ શોધવાની સુવિધાનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.