111 – ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે કુલ 06 ઉમેદવારો વચ્ચે જામશે ચૂંટણી જંગ
Publish Date : 10/04/2026
ફોર્મ પાછા ખેંચવાની સમય મર્યાદા પૂર્ણ થતા 06 ફોર્મ માન્ય રખાયા
આણંદ, ગુરૂવાર , ભારતના ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલ કાર્યક્રમ અનુસાર રાજયની 111 -ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે તા.23 મી એપ્રિલ ના રોજ મતદાન થનાર છે. તે માટે 111- ઉમરેઠ વિધાનસભાના ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા પુરવઠા અધિકારીશ્રી દ્વારા તારીખ 30 માર્ચના રોજ ઉમેદવારી પત્ર ભરવા માટે નોટિસ પ્રસિદ્ધ કરવામાં આવી હતી.
ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણીના સંદર્ભમાં ચૂંટણી કાર્યક્રમ અનુસાર તા.09-04-2026 ના રોજ ઉમેદવારીપત્રો પાછા ખેંચવાનો અંતિમ દિવસ હતો. જે અંતર્ગત ઉમેદવારીપત્રો પાછા ખેંચવાના છેલ્લા દિવસે એટલે કે, આજે તા.09-04-2026 ના રોજ એક પણ ઉમેદવાર દ્વારા પોતાની ઉમેદવારી પાછી ખેંચવામાં ન આવતા ઉમરેઠ વિધાનસભા ના ચૂંટણી અધિકારીશ્રી દ્વારા હરીફ ઉમેદવારો નિયત કરવામાં આવ્યા છે.
૧. શ્રી ભૃગુરાજસિંહ ચૌહાણ, ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ
૨. હર્ષદભાઈ ગોવિંદભાઈ પરમાર, ભારતીય જનતા પાર્ટી
૩.શ્રી મૌલિક વિનુભાઈ શાહ, ભારતીય નેશનલ જનતા દળ
૪. શ્રી જીતેશકુમાર ઘનશ્યામભાઈ સેવક, (જીતુભાઈ સેવક) અપક્ષ
૫. શ્રી નિરૂપાબેન નટવરલાલ માધુ, અપક્ષ
૬. શ્રી મહેન્દ્રભાઈ નટવરભાઈ પરમાર, અપક્ષ