Close

111-ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી 2026

Publish Date : 24/04/2026

 તારીખ 22 મી એપ્રિલે ઉમરેઠ વિધાનસભાના 306 મતદાન મથકો ખાતે ઇવીએમ રવાના કરાશે

ડી એમ પટેલ આર્ટસ કોલેજ અને એસ એસ પટેલ કોમર્સ કોલેજ, ઓડ રીસીવિંગ અને ડિસ્પેચિંગ સેન્ટર નક્કી કરાયા

આણંદ, મંગળવાર,ભારતના ચૂંટણી પંચ દ્વારા 111- ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી જાહેર કરવામાં આવી છે. તેનું મતદાન આગામી તારીખ 23મી એપ્રિલ 2026 ના ગુરૂવારના રોજ સવારે 7-00 કલાકથી સાંજના 18-00 કલાક સુધી યોજાનાર છે.

આ ચૂંટણી અન્વયે ઉમરેઠ વિધાનસભાના 46 ગામો ખાતે 306 મતદાન મથકો નક્કી કરવામાં આવ્યા છે. આ મતદાન મથકો ખાતે તારીખ 22મી એપ્રિલને બુધવારના રોજ રીસીવિંગ અને ડિસ્પેચિંગ સેન્ટર ઓડ ખાતેની ડી.એમ. પટેલ આર્ટસ કોલેજ અને એસ.એસ પટેલ કોમર્સ કોલેજ ખાતેથી ઇવીએમ સહિતનું ચૂંટણી અંગેનું તમામ સાહિત્ય સામગ્રી સવારના 7-00 કલાકથી રવાના કરવામાં આવશે અને ચૂંટણી પૂર્ણ થયા બાદ આજ જગ્યાએ તમામ ઇવીએમ પરત મેળવવામાં આવશે.

ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણીની મતગણતરી બીજેવીએમ કોલેજ વલ્લભ વિદ્યાનગર ખાતે આગામી તારીખ 4 મે ના રોજ કરવામાં આવશે.