111 – ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી 2026
Publish Date : 18/04/2026
આણંદ ખાતે જિલ્લા કક્ષાના ફરીયાદ નિવારણ કેન્દ્ર અને મીડિયા મોનીટરીંગ સેન્ટરની મુલાકાત લેતા ખર્ચ ઓબ્ઝર્વર શ્રી અનંગ રાવત
ટોલ ફ્રી નંબર ઉપર 02 ફરિયાદ, 1950 ઉપર 255 કોલ અને Cvigil ઉપર આવેલ 03 ફરિયાદો મળી
આણંદ, શુક્રવાર , ભારતના ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયા મુજબ 111 – ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી 2026 નું મતદાન આગામી તારીખ 23 મી એપ્રિલ 2026 ના રોજ યોજાનાર છે.
આ અન્વયે જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અને કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરી દ્વારા 111-ઉમરેઠ વિધાનસભા મત વિસ્તાર માટે કલેકટર કચેરી, ત્રીજા માળે, આણંદ ખાતે જિલ્લા કક્ષાનો ફરીયાદ નિવારણ સેન્ટર, 1950 હેલ્પલાઇન, વોટર હેલ્પ ડેસ્ક, Cvigil મોનિટરિંગ સેન્ટર અને ટોલ ફ્રી નંબર 1800 425 2560 શરૂ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત બીજા માળે મીડિયા મોનિટરીંગ સેન્ટર શરૂ કરવામાં આવ્યુ છે. આ સેન્ટર ખાતે ઇલેક્ટ્રોનિક મીડિયામાં આવતા પેઈડ ન્યૂઝ,જાહેરાતો સહિત આચારસંહિતા ભંગ અંગેના સમાચાર બાબતે 03 ટીમો દ્વારા 24×7 રાઉન્ડ ધ કલોક નજર રાખવામાં આવી રહી છે.
ભારતના ચૂંટણી પંચ દ્વારા 111 – ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી માટે નિયુક્ત થયેલા ખર્ચ ઓબ્ઝર્વર શ્રી અનંગ રાવતએ આજે ફરિયાદ નિવારણ સેન્ટર અને મીડિયા મોનિટરિંગ સેન્ટરની મુલાકાત લઈને કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.
નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અનિતાબેન લાછુનએ આ સેન્ટર ખાતે 1950 ટોલ ફ્રી નંબર ઉપર ચૂંટણીને લગતી વિવિધ ઇન્કવાયરી અને ફરિયાદ આવતી હોય છે, તેમ જણાવી 01 લી એપ્રિલથી અત્યાર સુધીમાં 255 વિવિધ પ્રકારની ચૂંટણીલક્ષી ઇલેક્શન કાર્ડ ને સંબંધિત વિગતોમાં ચૂંટણી કાર્ડ મળ્યું નથી, એપીક કાર્ડ ડાઉનલોડ થતું નથી, ચૂંટણી કાર્ડ ને લગતુ સ્ટેટસ ચેક કેવી રીતે કરવું?, નવું ચૂંટણી કાર્ડ કેવી રીતે મેળવવું, ચૂંટણી કાર્ડમાં સુધારા વધારા કેવી રીતે કરવા જેવી ઇન્કવાયરીઓ આવી છે, ટોલ ફ્રી નંબર ઉપર આવેલ 02 ફરીયાદ, 1950 ઉપર આવેલ 255 કોલ અને Cvigil ઉપર આવેલ 03 ફરિયાદો મળી છે તેમ જણાવી આ સેન્ટર ખાતે 03 ટીમો દ્વારા 24×7 રાઉન્ડ ધ કલોક કામગીરી કરવામાં આવી રહી છે જે વિગતોથી ખર્ચ ઓબ્ઝર્વર શ્રી ને વાકેફ કર્યા હતા.
ખર્ચ ઓબ્ઝર્વર શ્રી અનંગ રાવતએ ઈ.એમ.એમ.સી. (ઇલેક્ટ્રોનિક મીડિયા મોનિટરિંગ) સેન્ટરની મુલાકાત લઈને કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.
આ સમયે મીડિયાના નોડલ અધિકારી શ્રી અને નાયબ માહિતી નિયામક શ્રી હેતલભાઇ દવેએ ખર્ચ ઓબ્ઝર્વેર શ્રીને મીડિયાલક્ષી માહિતી અને સ્થાનિક ચેનલોના મોનિટરીંગ અને પ્રિન્ટ મીડિયામાં આવતા ચૂંટણી લક્ષી પેઈડ ન્યુઝ ની ચકાસણી બાબતોથી વાકેફ કર્યા હતા.

111 – ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી 2026

111 – ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી 2026

111 – ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી 2026