111 – ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી – 2026
Publish Date : 17/04/2026
તારીખ 22 એપ્રિલના રોજ ચૂંટણી સાથે સંકળાયેલ અધિકારી/કર્મચારીઓને ડી.એમ. પટેલ કોલેજ, ઓડ ખાતે તાલીમ આપવામાં આવશે
આણંદ, ગુરૂવાર, 111 – ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી નું મતદાન આગામી તારીખ 23 મી એપ્રિલ 2026 ના રોજ યોજાનાર છે.
જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અને કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરી દ્વારા ચૂંટણી સાથે સંકળાયેલા અધિકારી/ કર્મચારીઓ, પ્રિસાઇડિંગ ઓફિસર, પોલિંગ ઓફિસર માટે તાલીમ આપવા માટેનું આયોજન કરવામાં આવ્યુ છે.
આ તાલીમમાં પોલિંગ ઓફિસર, ફીમેલ પોલિંગ ઓફિસર, પોલિંગ ઓફિસર 1 અને પ્રિસાઇડિંગ ઓફિસરને તાલીમ આપવામાં આવી રહી છે. જે અંતર્ગત તાલીમના બે તબક્કા પૂર્ણ કરવામાં આવ્યા છે અને ત્રીજા તબક્કાની તાલીમ આગામી 22મી એપ્રિલ 2026 બુધવારના રોજ ડી.એમ.પટેલ કોલેજ, ઓડ ખાતે સવારે 8:00 કલાક થી શરૂ થશે, જેમાં પ્રિસાઇડિંગ ઓફિસર, પોલિંગ ઓફિસર – 1, પોલિંગ ઓફિસર અને ફિમેલ કોલીંગ ઓફિસરનો સમાવેશ થાય છે.